Connect Gujarat
Featured

અમરેલી : એક મહિના પહેલા આપઘાત કરનારના ઘરની લેવાય તલાશી, જે મળ્યું તે જોઇ તમે પણ ચોંકી જશો

અમરેલી : એક મહિના પહેલા આપઘાત કરનારના ઘરની લેવાય તલાશી, જે મળ્યું તે જોઇ તમે પણ ચોંકી જશો
X

અમરેલી જિલ્લાના નાગેશ્રી ગામના રહેવાસી અને એક મહિના પહેલા આપઘાત કરનાર યુવાનના ઘરની તલાશી લેતાં પોલીસને 1.50 કરોડ રૂપિયા ઉપરાંતના સોના-ચાંદીના ઘરેણા મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામના હિતેશ વર્જલાલ ગોરડિયાએ એક મહિના પહેલાં રાજકોટ ખાતે તેની બહેનના ઘરે જઇને આપઘાત કરી લીધો હતો. બનાવ સંદર્ભમાં નાગેશ્રી પોલીસને મૃતકના ઘરમાં મોટા પ્રમાણમાં સોના અને ચાંદીના દાગીના હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. સાવરકુંડલાના ડીવાયએસપીની ટીમ તથા નાગેશ્રી પોલીસે મૃતકના ઘરમાં તપાસ હાથ ધરી હતી. જેમાં સૌ પ્રથમ અલગ અલગ લોકોના દાગીના સાથે અલગ- અલગ કાગળમાં લખેલી ચીઠીઓ મળી હતી. વધુ તપાસમાં સોના અને ચાંદીના દાગીનાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘરેણાની કિમંત 1.56 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે.નાગેશ્રી અને સમગ્ર ગ્રામીણ વિસ્તારમાં રોકડ રકમ અને દાગીનાની લેવડ દેવડ કરી વ્યાજનું નેટવર્ક ચાલતું હોવાની ચર્ચા ચાલી રહી છે અને પોલીસે પણ આ દિશામાં તપાસ હાથ ધરી છે. નાગેશ્રી પોલીસની તપાસ દરમિયાન મૃતકના ઘરમાંથી મળેલા દાગીના 800 ઉપરાંત લોકોના હોવાની માહિતી બહાર આવી છે. મૃતક હિતેશની પત્નીની પુછપરછ કરવા માટેની કવાયત પણ પોલીસે હાથ ધરી છે. કરોડો રૂપિયાના દાગીના હોવા છતાં હિતેશે આપઘાત કેમ કર્યો તેનું રહસ્ય હજી અકબંધ છે.

Next Story