Connect Gujarat
Featured

અમરેલી : સિંહોના રક્ષણ માટે વન વિભાગની ટીમોનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ

અમરેલી : સિંહોના રક્ષણ માટે વન વિભાગની ટીમોનું રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ
X

અમરેલી જિલ્લામાં સિંહોનો સંખ્યા વધારે છે ત્યારે જંગલમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અટકચાળા તત્વો સિંહોની પજવણી કરતાં હોય છે. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં લોકો સિંહ દર્શન માટે આવતાં હોય છે ત્યારે સિંહોની પજવણીના બનાવો રોકવા વન વિભાગની ટીમોએ રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ શરૂ કરી દીધું છે.

વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ દિવાળીના તહેવારોને લઈને 10 દિવસનું ખાસ પેટ્રોલિગ કરવામાં આવી રહયું છે. જેમાં 24 કલાક તમામ વન વિભાગનો સ્ટાફ પોતાના કાર્યક્ષેત્રમાં રહી અને તમામ નાકા અને ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરશે. ગેર કાયદે લાયન શો તથા સિંહોની પજવણીના બનાવો રોકવા માટે વન વિભાગ તકેદારીના ખાસ પગલાં ભરી રહયો છે.

ગીરમાં વન વિભાગનો સ્ટાફ દિવાળીના તહેવાર પોતાના ઘરે પરિવાર સાથે નથી ઉજવતો પણ તેમના બીજા પરિવાર સમા સિંહો સાથે ઉજવણી કરે છે. દિવાળીમાં ગીરના જંગલોમાં એશિયાટીક સિંહોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવતાં હોવાના કારણે વન વિભાગના અધિકારીઓ તેમજ કર્મચારીઓની પણ જવાબદારી વધી જાય છે.

દિવાળીના તહેવારને લઈને રજાઓ પસાર કરવા લોકો ગીર તરફ આવતા હોય છે અને જંગલ વિસ્તારમાં ગેરકાયદે પ્રવેશ કરતા હોય છે. કેટલાક અટકચાળા તત્વો સિંહોની પંજવણી , સિંહોની પાછળ ગાડી દોડાવવી , લાઈટો કરી સિંહોને પરેશાન કરવા સહિતની ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય છે. આવા લોકોને કાબુમાં રાખવા માટે વન વિભાગ સતર્ક બની ગયું છે. આવી ગેરકાયદે પ્રવૃતિ કરનારાઓ સામે સખત પગલાં ભરવામાં આવશે.

Next Story