Connect Gujarat
ગુજરાત

અમરેલી:સરકાર દ્વારા બીજ નિગમમાં આવેલી મગફળી બની શોભાના ગાંઠિયા સમાન..!

અમરેલી:સરકાર દ્વારા બીજ નિગમમાં આવેલી મગફળી બની શોભાના ગાંઠિયા સમાન..!
X

મગફળી બિયારણની સબસીડી નથી નક્કી કરાઈ

મગફળી બિયારણની ગુણીઓ ભાવ રૂપિયા ૨૬૦૦

સબસીડી નક્કી ન થતા ખેડુતોને ભારે હાલાકી

જિલ્લાના40 કેન્દ્ર પર બિયારણ ઉપલબ્ધ

સબસીડી નક્કી ન થતા ખેડૂતોને થાય છે કેન્દ્ર પર ધક્કા

સરકાર દ્વારા બીજ નિગમ દ્વારા ખેડૂતોને સબસીડી યુક્ત મગફળીનું બિયારણ આપતું હોય છે પણ મગફળી બિયારણ અમરેલી જિલ્લાના ૪૦ આસપાસના કેન્દ્રો પર આપી દેવામાં આવ્યા છે પણ કેન્દ્રો પરથી ખેડૂતોને સબસીડી વગર ૨૬૦૦ ના ભાવે મગફળી બિયારણ ખેડૂતો ખરીદતા નથી કેમકે સબસીડી વગર ૨૬૦૦ ની પડતર કિંમત ખેડૂતોને પોસાતી નથી ને સરકાર મગફળી બિયારણ કેન્દ્ર સુધી પહોંચી ગયેલ હોવા છતાં સરકાર ખેડૂતોને સબસીડી કેટલી આપવી તે નક્કી કરી શકી નથી ને ખેડૂતો મગફળી લેવા ધક્કા ખાઈ છે

[gallery td_select_gallery_slide="slide" size="full" ids="94451,94452,94453,94454,94455"]

આ છે અમરેલી જિલ્લાના બીજ નિગનનું ગોડાઉન.ખેડૂતોને મગફળીના બિયારણ આખા અમરેલી જિલ્લામાં આ બીજ નિગમના ગોડાઉનથી જિલ્લાના ૪૦ કેન્દ્રો પર મોકલવામાં આવે છે પણ મગફળી બિયારણ મોકલાઈ ગયા ને ૧૫ દિવસ બાદ પણ સરકાર દ્વારા ખેડૂતોને ચુકવવામાં આવતી સબસીડી હજુ સુધી નક્કી કરી શકી નથી ને જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ખરીદ વેચાણ સંઘના ખાતર વિભાગમાં અત્યારે મગફળીના બિયારણની બોરીઓ આવી ગઈ છે ને ખેડૂતો પણ મગફળીના બિયારણ લેવા આવે છે પણ સબસીડી વગર ૨૬૦૦ નો ભાવ ખેડૂતોને પોસાય નહિ અને સરકાર દ્વારા હજી સુધી મગફળી બિયારણ પર સબસીડી નક્કી નથી કરી શકી ને ખેડૂતોને ગામડેથી ખાતર વિભાગનાં કેન્દ્ર પર ધરમ ના ધક્કા ખાય છે.

મગફળીના બિયારણ લેવા આવતા ખેડૂતોને ૨૬૦૦ નો ભાવ આપે છે પણ હજુ સુધી સરકાર દ્વારા ખેડુતોને સબસીડી જાહેર કરવામાં આવી નથી ગયા વર્ષે ૧૩૦૦ જેટલો ભાવ હતો. પણ અત્યારે ૨૬૦૦ સબસીડી વગર ખરીદવી મુશ્કેલ બની છે અને ખેડૂતો આ મગફળીના બિયારણ ને સાફ કર્યા બાદ વાવેતર કરી શકે માટે હજુ સુધી સરકાર મગફળીની સબસીડી નક્કી નથી કરી શકી ને જેનો ખેડૂતોને ગેરફાયદો થાય છે. ખેડૂતો ધક્કા ખાઈ છે ત્યારે કેન્દ્રના મેનેજરે પણ સ્વીકાર કર્યો હતો કે સરકાર દ્વારા હજુ સુધી મગફળી પર સબસીડી નક્કી નથી થઈ ને જ્યારે સબસીડી નક્કી થયા બાદ પરત આપવાની વાત કરવામાં આવે છે.

Next Story