Connect Gujarat
ગુજરાત

અમરેલી : "આશ્રયઘરમાં આશરો" : લોકડાઉનમાં હિજરત કરતા પરપ્રાંતીયો માટે તંત્રની સરાહનીય કામગીરી

અમરેલી : આશ્રયઘરમાં આશરો : લોકડાઉનમાં હિજરત કરતા પરપ્રાંતીયો માટે તંત્રની સરાહનીય કામગીરી
X

હાલ દેશભરમાં 21 દિવસના ચાલી રહેલ લોકડાઉનના પગલે લોકો પોતાના વતન હિજરત કરી રહ્યા છે, ત્યારે કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લા વહીવટી તંત્રએ ૧ હજારથી વધુ પરપ્રાંતીયોને આશરો આપ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરતાની સાથે વતનથી બહાર ગામ રોજગારી મેળવવા અર્થે આવેલા પરપ્રાંતિયોએ પોતાના વતનની વાટ પકડી હતી. પરંતુ કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિજરત કરતા ૧ હજારથી વધુ પરપ્રાંતિયોને માંગવાપાળ ખાતે તૈયાર કરેલા આશ્રયઘરમાં આશરો આપવામાં આવ્યો છે. જેમાં મધ્યપ્રદેશના ૨૬૪, રાજસ્થાનના ૪૧ અને ગુજરાતના ૫૬ જેટલા પરપ્રાંતીયોનો સમાવેશ થાય છે, ત્યારે ગ્રામજનો અને સેવાકીય સંસ્થાઓએ ઉમદા કાર્ય હાથ ધરી આશરો મેળવેલ લોકો માટે જમવા સહિતની તમામ વ્યવસ્થા કરી લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Next Story