Connect Gujarat
Featured

ઓસ્ટ્રેલીયા સામે જીત બદલ આનંદ મહિન્દ્રા 6 ખિલાડીઓને ગિફ્ટમાં આપશે કાર, જાણો વધુ

ઓસ્ટ્રેલીયા સામે જીત બદલ આનંદ મહિન્દ્રા 6 ખિલાડીઓને ગિફ્ટમાં આપશે કાર, જાણો વધુ
X

મહિન્દ્રા કંપનીના માલિક આનંદ મહિન્દ્રાએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક જીતને લઈ 6 ભારતીય ખેલાડીને ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે. જેમાં બોલર મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, સ્પિનર વોશિંગ્ટન સુંદર અને ઓપનર શુભમન ગિલને THAR-SUV કાર ગિફ્ટ આપશે.

ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે 4 ટેસ્ટની સિરિઝમાં 2-1થી હરાવ્યું હતું. સિરિઝની અંતિમ અને નિર્ણાયક મેચ બ્રિસ્બેનમાં રમાઈ હતી. અંતિમ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટથી હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાની બાગાના મેદાન પર 32 વર્ષ બાદ આ પ્રથમ વખત હાર થઈ હતી.
આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર કહ્યું કે 6 યુવા ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયા સામે ઐતિહાસિક ટેસ્ટ સિરિઝમાં ડેબ્યૂ કર્યું જેમાં શાર્દૂલ ઠાકુરની બીજી મેચ હતી. તેમણે નવી પેઢી માટે એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે કે તેઓ પણ પોતાના સ્વપ્ન સાકાર કરી શકે છે.

તેમણે લખ્યું કે તેમના ઉદય થવાની ખરી કહાની છે. તેમણે વધુ સારું કરવા માટે મુશ્કેલ પરિસ્થિતિ પર અંકૂશ મેળવ્યો અને યુવા પેઢી માટે એક સકારાત્મક પ્રેરણા આપી છે. આ ખેલાડીઓને THAR SUV ગિફ્ટ આપતા મને ઘણી ખુશી થઈ રહી છે. મોહમ્મદ શમી, શાર્દુલ, શુભમન, નટરાજન, નવદીપ અને વોશિંગ્ટને શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે પોતાના ઉપર વિશ્વાસ કરી ઈતિહાસ સર્જ્યો છે.

Next Story