Connect Gujarat
Featured

અંકલેશ્વર : રૂ. 1.59 કરોડથી વધુના કોપરનો જથ્થો ચોરી થવાનો મામલો, 2 ઈસમોની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વર : રૂ. 1.59 કરોડથી વધુના કોપરનો જથ્થો ચોરી થવાનો મામલો, 2 ઈસમોની પોલીસે કરી ધરપકડ
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક હાઇવે પર આવેલ રાધાકૃષ્ણ હોટલના કમ્પાઉન્ડ સ્થિત મહેશ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટના ટ્રેઇલરનો ચાલક રૂપિયા 1.59 કરોડથી વધુના કોપરના બંડલ લઈને ફરાર થઈ જવાના મામલમાં પોલીસે 2 ઈસમોને ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી અનુસાર, ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ રીતુ રોડ લાઈન્સ ટ્રાન્સપોર્ટના 3 ટ્રેઇલર ગત તા. 8મી જાન્યુઆરીના રોજ દહેજની બિરલા કંપનીમાંથી 100 ટન કોપરના બંડલ ભરી કલકત્તાના હાવડાની હિન્ડાલ્કો કંપનીમાં ખાલી કરવા જવા રવાના થયા હતા. તે દરમ્યાન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ રાધાકૃષ્ણ હોટલના કમ્પાઉન્ડ સ્થિત મહેશ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટનું ટ્રેઇલર નં. RJ 19 GB 1044નો ચાલક ભંવરલાલા ગંગારામ હાવડા ખાતે જવા નીકળ્યો હતો. જે ટ્રેઇલરનું છેલ્લું જી.પી.એસ. મહારાષ્ટ્રના બાલાપુર, અકોલા આવ્યું હતું.

જે બાદ ટ્રેઇલર ચાલક પોતાનું ફોન અને GPS સિસ્ટમ બંધ કરી રૂપિયા 1.59 કરોડથી વધુના કોપરનો જથ્થો ભરેલ ટ્રેઇલર લઈ ફરાર થઇ ગયો હતો, ત્યારે કોપર ચોરી અંગે શહેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા પોલીસે ટ્રેઇલર ભંવરલાલા ગંગારામ સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

Next Story