અંકલેશ્વરઃ વુમન એમ્પાવરમેન્ટ માટે થઈ રહ્યું છે બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશન

New Update
અંકલેશ્વરઃ વુમન એમ્પાવરમેન્ટ માટે થઈ રહ્યું છે બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશન

વાલિયા રોડ ખાતે આવેલી હોટલ શાલિમાર હોટલ ખાતે આવતીકાલ સાંજ સુધી યોજાશે એક્ઝિબિશન

અંકલેશ્વરનાં વાલિયા રોડ ઉપર આવેલી વિટ્સ શાલીમાર હોટલ ખાતે બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનનો આજથી પ્રારંભ થયો છે. જેમાં શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટીને એક્ઝિબિશનનો લાભ લઈ રહ્યા છે.

આજથી શરૂ થયેલું આ બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશન આવતી કાલે ૧૨મી ઓગષ્ટ સાંજ સુધી ચાલશે. બે દિવસીય બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબીશનમાં હેન્ડીક્રાફ્ટ, જવેલરી, ઇન્ડિયન વસ્ત્રો, આર્ટસ, ફૂટવેર સહિતની ફેશનને લગતી વિવિધ વસ્તુઓનું સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસ થી જ એક્ઝિબીશનનો લાભ લેવા માટે શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. આયોજક અંજુ કાલરાએ કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે મનીશા અરોરા સાથે છેલ્લા બે વર્ષથી આ બેન્ડ ધ ટ્રેન્ડ એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યા છીએ. ગત વર્ષે મળેલી સારી સફળતાને પગલે આ વર્ષે અમે ફરીથી આ એક્ઝિબિશન કરવાનું વિચાર્યું અને અંકલેશ્વર-ભરૂચની જનતાએ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો છે.

વધઝુમાં તેમણે ઉમેર્યું હતું કે, જે મહિલાઓ ઘરે બેસીને ગૃહ ઉદ્યોગની પ્રવૃત્તિ કરે છે તેને પ્રોત્સાહિત કરવાનું અમે કામ કરી રહ્યા છીએ. મહિલાઓને સારૂં પ્રોત્સાહન મળી રહ્યું છે. અને વુમન એમ્પાવર મેન્ટની એક સારી એવી કામગીરી થઈ રહી છે. આ વર્ષથી અમે દિવ્યાંગ બાળકોને પણ સાથે જોડ્યા છે. અને તેમના દ્વાર કરવામાં આવતું હેન્ડિક્રાફ્ટનું પણ અમે વેચાણ કરી તેમને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. તો ભરૂચ અંકલેશ્વરનાં શહેરીજનો મોટી સંખ્યામાં અહીં આવી દરેક પ્રકારની એકજ સ્થળે ઉપલબ્ધ વસ્તુઓને જોઈ શકે અને મનગમતી વસ્તુ ખરીદી શકે.

Latest Stories