Connect Gujarat
Featured

અંકલેશ્વર : છેલ્લા 2 દિવસથી GIDC વિસ્તારની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો આખલો, જુઓ “Live” રેસક્યું..!

અંકલેશ્વર : છેલ્લા 2 દિવસથી GIDC વિસ્તારની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો આખલો, જુઓ “Live” રેસક્યું..!
X

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જીઆઈએલ કોલોની નજીક શાક માર્કેટની ખુલ્લી ગટરમાં એક આખલો પડી ગયો હતો, ત્યારે ડીપીએમસી ફાયર ફાયટરોએ ગટરમાં પડી ગયેલા આખલાનું રેસક્યું કરી સહી સલામત રીતે બહાર કાઢ્યો હતો.

આપ જોશો તો, અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારના રાજમાર્ગો પર અનેક રખડતા ઢોર નજરે પડશે, ત્યારે 2 દિવસ પહેલા એક આખલો જીઆઈએલ કોલોની નજીક આવેલા શાક માર્કેટની ગટરમાં ખાબક્યો હતો. છેલ્લા 2 દિવસથી ગટરમાં પડી જવાથી આખલો કણસી રહ્યો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર વિભાગમાં કરી હતી.

સમગ્ર બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, ત્યારે JCB મશીનની મદદથી ગટરમાં ખાબકેલા આખલાનું રેસક્યું ઓપરેશન હાથ ધરાયું હતું. લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ આખલાને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે આખલાને ગટરમાંથી બહાર કઢાતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જીઆઈડીસી વિસ્તારમાં રખડતાં ઢોરોને છૂટા મૂકતા પશુપાલકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી હાથ ધરાય તે અત્યંત જરૂરી બન્યું છે.

Next Story