અંકલેશ્વર : એસેંટ સ્કૂલ દ્વારા વધુ ફી વસૂલાતી હોવાનો NSUIએ કર્યો આક્ષેપ, શાળાને તાળાબંધી કરી નોંધાવ્યો વિરોધ

0

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ એસેંટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપ સાથે NSUI દ્વારા વિરોધ નોંધાવી શાળાને તાળાબંધી કરવામાં આવી હતી.

કોરોના કાળ દરમ્યાન શાળા કોલેજો બંધ છે, ત્યારે કપરા સમયમાં ભારણ ન વધે તે માટે સરકાર દ્વારા શાળાઓએ વધુ ફી ન વસૂલવા અંગેની માર્ગદર્શિકા બહાર પાડી છે. તેમ છતાં કેટલીક શાળાઓ દ્વારા વધુ ફી વસૂલવામાં આવી રહી હોવાના ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે, ત્યારે NSUIના સભ્યોને માહિતી મળી હતી કે, અંકલેશ્વરની એસેંટ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસૂલવામાં આવે છે. જેના પગલે બુધવારના રોજ NSUIના સભ્યોએ શાળા ખાતે ભારે હલ્લો બોલાવ્યો હતો. જેમાં ઉગ્ર રોષ સાથે NSUIના કાર્યકરોએ શાળાને તાળાબંધી કરી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here