Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોવા મળ્યો કોમી એકતાનો માહોલ

અંકલેશ્વર : ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોવા મળ્યો કોમી એકતાનો માહોલ
X

વર્તમાન સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે અંકલેશ્વરમાં રથયાત્રા નહિ કાઢવાનો સંચાલકોએ નિર્ણય લીધો હતો પણ ભાવિક ભકતોએ સોશિયલ ડીસ્ટન્સ સાથે ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતાં.

અંકલેશ્વરમાં અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે રથયાત્રા કાઢવામાં આવી ન હતી. પરંતુ સરકારની ગાઇડલાઇન મુજબ શ્રધ્ધાળુઓએ સોશિયલ ડીસ્ટન્સ જાળવીને ભગવાનના દર્શન કર્યા હતાં. ભગવાનના દર્શન દરમિયાન કોમી એકતા અને એખલાસ જોવા મળી હતી. હીંદુ તથા મુસ્લિમ આગેવાનોએ હાજર રહી કોમી એકતાની મિસાલ પુરી પાડી હતી. આ પ્રસંગે જીતુ પટેલ, ઉજ્જવલ નાણાવટી, સિકંદર ફડવાલા, મોહમ્મદઅલી શેખ, અરવિંદ પટેલ , મહેશ પટેલ ,રમણભાઈ પટેલ ,કમલજીત ઠાકોર, મહેન્દ્ર પુષ્કર્ણા ,હરીશ પુષ્કર્ણા, ડીવાયએસપી એમ.પી. ભોજાણી અને ચિરાગ દેસાઇ, પીઆઇ સિસોદીયા, પીએસઆઇ ચૌહાણ, પીએસઆઇ ઠુમ્મર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહયાં હતાં. અંકલેશ્વરમાં છેલ્લા 17 વર્ષથી અષાઢી બીજના દિવસે શહેરના માર્ગો પર વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવે છે પણ આ વર્ષે રથયાત્રા નહિ કાઢવાનું નકકી કરવામાં આવ્યું હતું. ભાવિક ભકતોએ મંદિર ખાતે આવી સોશિયલ ડીસ્ટન્સ સાથેે જાળવી પ્રભુ પરિવારના દર્શન કર્યા હતાં.

Next Story