અંકલેશ્વર : ઇકો કાર ચોરી ભાગતાં યુવાનોનો ડ્રાયવરે કર્યો પીછો, જુઓ કેમ એક આરોપી નદીમાં કુદી ગયો

0

અંકલેશ્વરમાં કાર લુંટીને ભાગી રહેલાં બે લુંટારૂઓ પૈકી એકએ અમરાવતી નદીના બ્રિજ પરથી નીચે ઝંપલાવી દેતાં તેને ગંભીર ઇજા પહોંચી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.


અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી કાર લુંટી ભાગી રહેલાં બે પૈકી એક લુંટારૂ પકડાય જવાની બીકે બ્રિજ પરથી નીચે કુદી જતાં ગંભીર રીતે ઘવાયો હતો. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વરની વાલીયા ચોકડી પાસેથી બે યુવાનોએ કાર ભાડે કરી હતી. કાર મોસાલી પાટીયા પાસે પહોંચી ત્યારે કારમાં સવાર બંને યુવાનોએ ડ્રાયવર યોગેશ વસાવાના ગળા પર ચપ્પુ મુકી દીધું હતું અને યોગેશને કારમાંથી ફેંકી દીધો હતો. યોગેશે હિમંત હાર્યા વિના અન્ય કારમાં ઇકો કારનો પીછો કર્યો હતો. અમરાવતી નદીના પુલ પાસે ઇકો કારને આંતરી લેવામાં આવી હતી. બંને લુંટારૂઓએ ઇકો કાર મુકી ભાગી છુટવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન એક લુંટારૂ નાસી છુટવામાં સફળ રહયો હતો જયારે અન્ય એક લુંટારૂ ભાગવામાં સફળ ન થતાં તેણે બ્રિજ પરથી નીચે છલાંગ મારી દીધી હતી. બનાવની જાણ થતાં ઝઘડીયાના પીઆઇ પી.એમ.વસાવા સ્થળ પર દોડી આવ્યાં હતાં અને પોલીસ કાફલાએ ગંભીર રીતે ઘવાયેલાં લુંટારૂને સારવાર માટે ખસેડયો હતો. બનાવ સંદર્ભમાં અંકલેશ્વર શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here