/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/maxresdefault-28.jpg)
ગત વર્ષે ૧૨૦૦ જેટલા સાઇકલિસ્ટ જોડાયા હતા
અંકલેશ્વર GIDC ખાતે કાર્યરત અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા છેલ્લા 3 વર્ષથી સતત સાયકલોથોનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આગામી તા ૧૩ જાન્યુઆરી રવિવારના રોજ GIDC વિસ્તારમાં સાયકલોથોનનું આયોજન મોટાપાયે કરાઈ રહ્યું છે.
આ કાર્યક્રમના આયોજકો અને સહિયોગીઓએ કાર્યક્રમની માહિતી આપતા કનેક્ટ ગુજરાત સાથે વિસ્તારમાં વાતચિત કરી જણાવ્યું હતું કે, હાલમાં જે સ્કુટર, ગાડીઓનો ક્રેઝ છે તેનાથી બહાર આવીને સાયલીંગ દ્વારા બાળકોની હેલ્થ સચવાય તે હેતુ સર અને છોકરાઓને જો સાયકલ ચલાવતા કરવા હોય તો પહેલાં આપણે જ સાયકલ ચલાવવી પડે ખાલી વાત કરવાથી ના થાય .જેથી આજથી ૪ વર્ષ પહેલાં સીનીયર સિટિઝને ભેગા મળી નક્કી કર્યું કે આપણે જ શરૂઆત કરીએ. બાદમાં તમામ યંગ જનરેશન પણ જોડાયા અને હવે તો નાના બાળકો પણ જોડાયા છે.
નરેશ પુજારાએ જણાવ્યું કે સાયક્લોથોનનું મુખ્ય હેતું એ છે કે, એનવાયરમેન્ટમાં સારૂ વાતાવરણ ઉભું થાય અને તમામની હેલ્થ સારી રહે.