અંકલેશ્વર : ટેન્કરની સાફ સફાઈ કરવા ચાલક ટેન્કર ઉપર ચઢ્યો, જુઓ પછી તેના સાથે શું બન્યું..!

New Update
અંકલેશ્વર : ટેન્કરની સાફ સફાઈ કરવા ચાલક ટેન્કર ઉપર ચઢ્યો, જુઓ પછી તેના સાથે શું બન્યું..!

ભરૂચ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં ટેન્કર ચાલકને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, ત્યારે સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લામાં આવેલ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં મંગળવારના રોજ એક ટેન્કરના ચાલકને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ટેન્કર ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે ટેન્કરનો ચાલક સાફ સફાઈ કરવા માટે ટેન્કર ઉપર ચઢ્યો હતો, તે દરમ્યાન ઉપરથી પસાર થતાં વીજ વાયરના સંપર્કમાં આવી જતાં તેને વીજ કરંટ લાગ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.