New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-12.jpg)
ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા ચોથો સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજવામાં આવ્યો
ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા ચોથા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો જેમાં ૫૧ જોડાઓ પ્રભુતામાં પગલા પાડ્યા હતા.
અંકલેશ્વરની હરી દર્શન સોસાયટી પાછળ આવેલ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વર દ્વારા ચૌથા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી લગ્ન મહોત્સવનો પ્રારંભ કરાવાયો હતો. આ લગ્ન મહોત્સવમાં ૫૧ જોડાએ પ્રભુતામાં ડગ માણ્યા હતા.આ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવમાં ગુંજ સોશિયલ ગ્રુપ અંકલેશ્વરના પ્રમુખ સુધીર ગુપ્તા,પ્રાંત અધિકારી રમેશ ભગોડા અને ઉપ પ્રમુખ પીયુષ પટેલ અને આમંત્રિતો સહિત સર્વ ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા.