/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy-6-2.jpg)
આંબોલી ગામની સીમમાંથી ખેતરનાં છેડેથી ઝાડ ઉપર લટકતો મૃતદેહ મળ્યો હતો
અંકલેશ્વરના આંબોલી ગામે આવેલા એક ખેતરમાં ઝાડ ઉપર લટકતી હાલતમાં ગત રોજ મૃતદેહ મળ્યો હતો. જેની ઓળખ થઈ ચૂકી છે. મૃતકની બહેને પોલીસ મથકમાં આવી તેની ઓળખ આપતાં સમગ્ર મામલાનો ભેદ ઉકેલાયો છે. જોકે કયા કારણોસર તેના ભાઈએ આત્મહત્યા કરી તે કારણ હજી અકબંધ રહ્યું છે. અંકલેશ્વર શહેર પોલીસ સમગ્ર ઘટના સંદર્ભે તપાસ કરી રહી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના આંબલી ગામના ખેતરમાં એક બાવળના ઝાડ પર એક અજાણ્યા ઈસમની લાશ લટકતી હતી. ખેતરમાં ભેંસો ચરાવવા ગયેલા એક વ્યક્તિએ તે જોઈ જતાં તેની જાણ ગામના સરપંચ તથા સભ્યોને કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના સરપંચ અને સભ્યો દ્વારા અંકલેશ્વર પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકની ઓળખની તજવીજ હાથ ધરતાં મૃતક ડાકોરનાં નવીનગરીમાં રહેતો સુરેશ બાલુ વસાવા હોવાનું સામે આવ્યું હતું. જે બાબતની જાણ મૃતકની બહેન મધુબેન મનુ વસાવાએ આપી હતી. જોકે સુરેશે કયા સંજોગોમાં આ પગલું ભર્યું તે હજી જાણી શકાયું નથી. જેની તપાસ હાલમાં શહેર પોલીસ ચલાવી રહી છે.