Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર પારસીવાડના એક ઘરમાંથી પાલિકાએ સાફ કર્યો ટેમ્પો ભરી કચરો... જાણો કેમ ?

અંકલેશ્વર પારસીવાડના એક ઘરમાંથી પાલિકાએ સાફ કર્યો ટેમ્પો ભરી કચરો... જાણો કેમ ?
X

રાજયભરમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલુ છે ત્યારે શહેરને સ્વછ રાખવા કટીબધ્ધ બનેલ નગર પાલિકાએ અંકલેશ્વરના એક વિસ્તારના એક મકાનમાં એકત્રીત કરાયેલો ટેમ્પો ભરીને કચરો સાફ કર્યો હતો.

વાત જાણે એમ બની કે, અંકલેશ્વરનાં પારસીવાડ વિસ્તારમાં રહેતા એક અસ્થિર મગજના ઇસમે તેના ઘરમાં બહારની ગંદકી સાફ કરવા વણી લાવી કચરાનો મોટો જથ્થો જમા કર્યો હતો. આ એકત્રીત કચરાના કારણે તેના ઘરમાં ગંદકીનું પણ સામ્રાજ્ય પણ વધતા ઘરમાંથી અતિ દુર્ગંધ ફેલાવા પામી હતી. જેથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકો સેવી રહ્યા હતા.

[gallery td_select_gallery_slide="slide" size="large" ids="73266,73267,73268,73269,73270,73271,73272,73273,73274,73275"]

પોતાના વિસ્તારના એક મકાનમાં એક ઘરમાં આખા ગામનો કચરો વીણી લાવી એકત્રીત કરાતા ફેલાયેલ ગંદકી અને રોગ ચાળો ફેલાવાની ભીતીની જાણ સ્થાનિકોએ નગરપાલિકા સત્તાધિશોને કરી હતી જેથી તા.૧૮મીની સવારના સમયે અંકલેશ્વર નગર પાલિકાની ટીમ સાફ સફાઈ કરવા પારસીવાડમાં પહોંચી હતી. પરંતુ અસ્થિર મગજના વ્યક્તિએ સાફ સફાઈ ન કરવા દઈ હોબાળો મચાવ્યો હતો. આથી તેને કાબુમાં કરવા પોલીસ પણ બોલાવવાની ફરજ પડી હતી.

પોલીસકર્મીઓએ અસ્થિર મગજના વ્યક્તિને કાબુમાં કર્યા બાદ નગર પાલિકાની ટીમે તેના ઘરમાંથી ૧ ટેમ્પો ભરાઈ એટલો કચરો બહાર કાઢ્યો હતો. આમ અંકલેશ્વર નગર પાલિકાના કર્મચારીઓએ એક અસ્થિર મગજના વ્યક્તિએ તેના ઘરમાં જમા કરેલ કચરાના મોટા જથ્થાની સાફ સફાઈ કરી હતી.

Next Story