/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/maxresdefault-95.jpg)
અંકલેશ્વર નેશનલ હાઇવે-૪૮ ઉપર આવેલ અમરતપુરા ગામ પાસે આવેલ લક્ષ્મી પેટ્રોલપંપ ઉપર તા.૨૦/૦૧/૨૦૧૯ ના રોજ વહેલી સવારે બે અજાણ્યા ઈસમોએ રૂપીયા ૨,૩૮,૦૦૦,/- ની લુંટ કરેલ જે આધારે અંકલેશ્વર શહેર પો.સ્ટે. માં ગુનો નોધાયેલ હતો.
આ સંદર્ભે તપાસ હાથ ધરતાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ સ્કોર્ડે સઈદ ઉર્ફે ભુરો મુસ્તાક ભાઈ યુસુફભાઈ પટેલ (હાલ રહે.સી.૧૯૯ ઝીન્નત બંગ્લોઝ, ગરમિયાનાળુ, જંબુસર બાયપાસ, ભરૂચ તા.જી.ભરૂચ મુળ રહે. વહીયાલગામ તા.વાગરા.જી.ભરૂચ) અને મોહંમદ જાવિદ સઈદ એહમદ શેખ (રહે. બી-૩૦૨ ફીરદોષ એપાર્ટમેન્ટ મહંમદપુરા ભરૂચ તા.જી.ભરૂચ મુળ રહે.સી-૯ સીટીઝન કોમ્પ્લેક્ષ મહંમદપુરા ભરૂચ તા.જી.ભરૂચ)ની અટકાયત કરી તેમની પાસેથી રોકડા રૂપિયા-૪૪,૬૦૦/-,ટાટા ઈન્ડીગો માંઝા ગાડી -૧ કિં.રૂ. ર,૦૦,૦૦૦/-, મોબાઈલ નંગ-૦૬ કિં.ર.૩૫૦૦/-,એરગન -0૧ કિ.રૂ૫૦૦/-,હાથમા પહેરવાના ગ્લોઝ-૦૧ કિ.રૂ.૦૦/૦૦. સ્ટીલનો પંચ કિંર.૦૦/૦૦, હેક્ષપ્રેસ વાયરકટર કિ.રૂ.૧૦૦/-, એક વાયર કાપવાની કાતર કિં.રૂ.૫૦/- બે સ્કુ ડ્રાઈવર કિં.ર.૫૦/- નો મુદામાલ મળી કુલ રૂપીયા ર,૪૮,૮૦૦/- નો મુદામાલ જપ્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, પોલીસની સઘન પુછતાછ દરમિયાન આરોપી સઈદ ઉર્ફે ભુરો અગાઉ મારામારીના બે ગુનાઓ તેમજ લુંટના ચાર ગુનાઓમાં પકડાયેલ હોવાનું તેમજ મોહંમદ જાવિદ અગાઉ સુરત તથા ભરૂચ જીલ્લામાં વાહન ચોરીઓના ૨૩ ગુનાઓમાં પકડાયેલ હતો. તથા ભરૂચ શહેર 'એ' ડીવી. પો.સ્ટે. માં સને ર૦૧૩ માં મોબાઇલ ચોરીના ગુનાની કબુલાત કરી હતી છે.