Connect Gujarat
Featured

અંકલેશ્વર: સ્ટેશન રોડ પર ચાલતું હતું ગેસ રીફિલિંગનું ગેરકાયદેસર કૌભાંડ, જુઓ પોલીસે શું કરી કાર્યવાહી

અંકલેશ્વર: સ્ટેશન રોડ પર ચાલતું હતું ગેસ રીફિલિંગનું ગેરકાયદેસર કૌભાંડ, જુઓ પોલીસે શું કરી કાર્યવાહી
X

અંકલેશ્વરના સ્ટેશન રોડ પર ચાલતા ગેરકાયદેસર ગેસ રીફિલિંગના કૌભાંડનો શહેર પોલીસે પર્દાફાશ કરી બે આરોપીની ધરપકડ કરી છે.

અંકલેશ્વર શહેર પોલીસના સૂત્રો પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે સ્ટેશન રોડ પર આવેલ એક દુકાનમાં ગેસ રીફિલિંગનું ગેરકાયદેસર કૌભાંડ ચાલે છે જેના આધારે પોલીસે રોનક સ્ટીલ એન ક્રોકરીનામની દુકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં ગેરકાયદેસર રીતે ગેસ રીફિલિંગ ચાલતું હોવાનું બહાર આવ્યું હતું પોલીસે દુકાનમાથી 11 ગેસ સિલિન્ડર ઉપરાંત ગેસ રીફિલિંગ કરવાનો સમાન સહિત રૂપિયા 55 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલામાં અંકલેશ્વરની નરીમલની ચાલ વિસ્તારમાં રહેતા આરીફ પટેલ અને તૌસિફ પટેલ નામના આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story