Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: તાડપત્રી ગેંગનો તરખાટ, પાર્ક કરેલી ટ્રક માંથી 1 લાખ  ઉપરાંતના કલરના ડબ્બાની ચોરી 

અંકલેશ્વર: તાડપત્રી ગેંગનો તરખાટ, પાર્ક કરેલી ટ્રક માંથી 1 લાખ  ઉપરાંતના કલરના ડબ્બાની ચોરી 
X

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર હોટેલ હાઇવેમાં પાર્ક કરેલ ટ્રકમાંથી ૧,૫૧,૪૪૦ના એશિયન પેઇન્ટના કલરના ડબ્બા તેમજ ડ્રમની ચોરી થતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.ખંડાલા એશિયન પેઇન્ટ પરથી એશિયન પેઇન્ટના ડ્રમ તેમજ ડબ્બા ભરીને વડોદરાના છાણી ખાતે જઈ રહેલ માતંગી ટ્રાન્સપોર્ટના ટ્રકના ડ્રાઈવરને ઊંધ આવતા પોતાની ટ્રક અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર આવેલ હોટલ હાઇવેમાં ટ્રક પાર્ક કરીને સુઈ ગયા હતા.

દરમિયાન મધરાત્રીએ તસ્કરોએ ટ્રકની તાડપત્રી તોડી, દોરડું કાપી ટ્રકમાં ભરેલ એશિયન પેઇન્ટના નાના-મોટા કલરના ડબ્બાના બોક્સ નંગ-૯ કિંમત રૂપિયા ૭૮,૮૪૦ તથા ૧૦ લિટરના ડ્રમ નંગ-૬ કિંમત રૂપિયા ૯,૫૦૦ અને ૨૦ લીટરના પતરા ના ડબ્બા નંગ-૧૧ કિંમત રૂપિયા ૫૨,૫૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧,૫૧,૪૪૦ના મુદ્દામાલ ઉપર હાથફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

Next Story
Share it