અંકલેશ્વરઃ શિયાળાની રાત્રે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

New Update
અંકલેશ્વરઃ શિયાળાની રાત્રે બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

લાખોની મત્તાની ચોરી કરી જતાં શહેર પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

અંકલેશ્વરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દા માલ લઈ ફરાર થઈ ગયા હતા. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સંજય નગર હરિકૃપા સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. શિાળાની ઠંડીમાં મીઠી નિંદર માણી રહેલા આસપાસનાં લોકોને પણ જાણ ન થાય તે રીતે ઘરમાં પ્રવેશી લાખો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા.publive-image

જયનગરમાં રહેતા રાજુભાઈ પ્રધાન પોતાના મકાનને લોક કરી પોતાના પરિવાર સાથે બહાર ગયા હતા. દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ ઘરમાંથી સોનાની ચેન તથા ચાંદીના દાગીના તથા 28000 રોકડ રૂપિયા કુલ મળી લાખો રૂપિયાના મુદ્દામાલ ને હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા ઘટના ની જાણ થતાં જ અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ચોરોને પકડવા ની તજવીજ હાથ ધરી હતી.

Latest Stories