Connect Gujarat
Featured

અંકલેશ્વર: ત્રીજા તબક્કાના વેકસીનેશન માટે રસીકરણ સેન્ટર શરૂ કરવાની માંગ, જુઓ કોણે કરી રજૂઆત

અંકલેશ્વર: ત્રીજા તબક્કાના વેકસીનેશન માટે રસીકરણ સેન્ટર શરૂ કરવાની માંગ, જુઓ કોણે કરી રજૂઆત
X

દેશમાં ત્રીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ થઈ ગયો છે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરિષ્ઠ નાગરીકો માટે વેક્સિન સેન્ટર શરૂ કરવા કોંગ્રેસના પૂર્વ નગરસેવક શરીફ કાનુગાએ પ્રાંત અધિકારીને પત્ર લખીને રજૂઆત કરી હતી.

વિશ્વ અને દેશમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો હતો, હજુ પણ કોરોનાથી સંપૂર્ણ રાહત મળી નથી ત્યારે કોરોનાથી રક્ષણ હેતુ વેકસીનેશનની પ્રક્રિયા દેશમાં ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં કોરોના યોધ્ધાઓને વેક્સિન આપ્યા બાદ દેશમાં ત્રીજા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. આ તબક્કામાં સામાન્ય નાગરીક 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. જોકે ભરૂચ જિલ્લામાં આવેલા અંકલેશ્વર નગરપાલિકાની હદમાં હજુ પણ રસીકરણ કેન્દ્ર શહેરીજનો માટે ફાળવાયો નથી ત્યારે કોંગ્રેસના પૂર્વ નગરસેવક શરીફ કાનુગાએ અંકલેશ્વરનાં પ્રાંત અધિકારીને લેખીત રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ખાતે આવેલ ઔદ્યોગિક વસાહત એશિયાણી સૌથી મોટી ઔદ્યોગિક વસહતોમાં સામેલ છે. અહી મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ વ્યવસાય અર્થે આવતા હોય છે જેથી કોરોનાનો ખતરો રહેલો છે. માટે અંકલેશ્વરના શહેરીજનોના સ્વસ્થની સુરક્ષા માટે રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવી તે જરૂરી છે.

Next Story