Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર: UPL કંપનીની સિક્યુરીટી ઓફિસના ગેટમાં બેકાબુ બનેલ ટેન્કર ભટકાતા મચી દોડધામ

અંકલેશ્વર: UPL કંપનીની સિક્યુરીટી ઓફિસના ગેટમાં બેકાબુ બનેલ ટેન્કર ભટકાતા મચી દોડધામ
X

અંકલેશ્વર GIDC માં આવેલ યુપીએલ કંપનીની સિક્યુરીટી ઓફિસના ગેટમાં બેકાબુ ટેન્કર ભટકાતા દોડધામ મચી જવા પામી હતી.

તા.૨૭મીના રોજ સવારના સમયે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ યુપીએલ કંપનીની સિક્યુરિટી ઓફિસના ગેટમાં અચાનક એક ટેન્કર ધડાકાભેર ભટકાતાં નાસભાગ મચી જવા પામી હતી. ટેન્કર નંબર જી.જે.૧૨.વી.૯૭૩૭નો ચાલક પાણી ભરેલ ટેન્કર લઈને અંકલેશ્વરની યુપીએલ યુનિટ-૩ કંપની નજીકથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન ટેન્કર ચાલકનો સ્ટેયરીંગ પર કાબુ નહી રહેતા ટેન્કર યુપીએલ કંપનીના ગેટ નંબર-૨ પાસે બાઈક લઈને ઉભેલા શિવાજી યાદવની બાઈકને અડફેટે લીધા બાદ ટેન્કર સિક્યુરીટી ઓફિસના ગેટમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો.

આ સમગ્ર ઘટનામાં સિક્યુરીટી જવાન શુભમ પટેલને સામાન્ય ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ બનાવ અંગે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story