Connect Gujarat
ગુજરાત

અંકલેશ્વર : અધિકારીઓ અને પદાધિકારીઓની “સાયકલ સવારી”, જુઓ કેમ કાર છોડી ચલાવી સાયકલ

અંકલેશ્વર : અધિકારીઓ અને પદાધિકારીઓની “સાયકલ સવારી”, જુઓ કેમ કાર છોડી ચલાવી સાયકલ
X

વાહનોના વધી

રહેલાં ઉપયોગના કારણે ધુમાડાઓનું પ્રમાણ વધી રહયું હોવાથી પર્યાવરણની સમતુલા

જોખમાય છે ત્યારે વાહનોના બદલે સાયકલનો વપરાશ વધે તે માટે લોકોને જાગૃત કરવા માટે

અંકલેશ્વરમાં સાયકલાથોન યોજવામાં આવી હતી.

અંકલેશ્વરમાં

જીઆઈડીસી ખાતે બાઈસિકલ કલબના ઉપક્રમે ફિટ ઇન્ડિયા અને પર્યાવરણની જાળવણી અંગે

લોકોમાં જાગૃતિ લાવવા માટે સાયક્લોથોન અને વોકાથોન નું આયોજન કરવામાં આવ્યું હતું.

સાયકલાથોનમાં રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, અંકલેશ્વરના ડીવાયએસપી એમ.પી.ભોજાણી, એડીશનલ જજ મનોજ કોટાક સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ પણ

સાયકલ ચલાવી હતી. દરરોજ

કારમાં દોડધામ કરતાં અધિકારીઓ અને પદાધિકારીઓએ સાયકલ સવારી કરી હળવાશ અનુભવી હતી.

સાયકલાથોન અને વોકાથોનમાં 1,500થી વધારે

લોકો સામેલ થયાં હતાં. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે બાયસિકલ કલબના નરેશ પુજારા, નોટીફાઈડ એરિયાના ચેરમેન અશોક ચોવટીયા

સહિતના આગેવાનો અને કલબના સભ્યો અને વિવિધ કંપનીઓની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story