Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ભિલોડાના મઉ ગામે “દિકરી વધામણાં અને ગૃહલક્ષ્મી સન્માન” કાર્યક્રમ યોજાયો

અરવલ્લી : ભિલોડાના મઉ ગામે  “દિકરી વધામણાં અને ગૃહલક્ષ્મી સન્માન” કાર્યક્રમ યોજાયો
X

નૂતન વર્ષાભિનંદન થી છઠ સુધી મઉ બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ન ભૂતો ન ભવિષ્યતી " દિકરી વધામણાં અને ગૃહલક્ષ્મી સન્માન" નો કાર્યક્રમ પરમ પૂજ્ય સત શ્યામસુંદરદાસજી બાપુ ના આશીર્વાદ થી પ્રારંભ કરાયો હતો. સમગ્ર મઉ ગામની તેમજ બહારગામ પરણાવેલી એક દિવસ થી ૧૦૦ વર્ષ સુધીની ઉંમર ની 280 જેટલી દીકરીઓ તથા 270 જેટલી મઉ ગામની ગૃહલક્ષ્મી મળી 550 ને ચાંદી નો જુજારો બાવજી ની મૂર્તિવાળો સિક્કો આપી સન્માન કરાયું હતું.

જેમાં લાભ પાંચમ ના દિવસે કુળદેવતા અને પૂર્વજ દેવ એવા"જુજારો બાવજી" ની પ્રથમ પૂજા ભારતીબેન પ્રવીણભાઈ બારોટ પરિવારે કરી હતી, ત્યારબાદ ૧૦ વર્ષ થી નાની વયની કન્યાઓને કુમકુમ તિલક કરી સમાજવાડીમાં પ્રથમ પ્રવેશ કરાવી સમાજવાડીનું ઉદઘાટન કરવામાં આવ્યું તથા સમાજવાડી માં "દેવી યજ્ઞ" કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં મુખ્ય દાતા માતૃશ્રી હેમંતબા જેઠાલાલ બારોટ પરિવાર, માતુશ્રી હીરાબા કિશોરલાલ બારોટ પરિવાર, ચંદ્રકાંતભાઈ પુરષોતમદાસ બારોટ પરિવાર, તથા દીકરીઓના ઉતારા ના દાતા પ્રવીણભાઈ દલપતભાઈ બારોટ તથા મંડપના દાતા નીતિનભાઈ રણછોડભાઈ રાવ પરિવારે યોગદાન આપ્યું હતું. કાર્યક્રમ ને યુવા શક્તિ અને મઉ બ્રહભટ્ટ સમાજ ના અગ્રણીઓ એ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Next Story