Connect Gujarat
ગુજરાત

અરવલ્લી જિલ્લાને હવામાન વિભાગની કચેરી ક્યારે મળશે ? ગૂગલ એ જ તંત્ર સહારો !

અરવલ્લી જિલ્લાને હવામાન વિભાગની કચેરી ક્યારે મળશે ? ગૂગલ એ જ તંત્ર સહારો !
X

રાજ્ય હવામાન વિભાગ હિટવેવની જાહેરાત કરી યલો, ઑરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કરી દીધું, પરંતુ અરવલ્લી જિલ્લામાં પ્રજાજનો જિલ્લામાં આરોગ્ય વિભાગે કયું એલર્ટ જાહેર કર્યું અને કઈ સિસ્ટમ કે કોના આધારે જાહેર કર્યું એ સમજવામાં ગોથા ખાઈ રહ્યા છે.

તાપમાનનો પારો સતત ૪૧ થી ૪૪ ડિગ્રીની આસપાસ રહે છે, ત્યારે સમગ્ર જીવોની હાલત કફોડી થઇ ચુકી છે. આવા સમયે જ તાપમાનનો પારો જાણવા કોઈ સુવિધા ન હોવાથી પ્રજાજનો અને અધિકારીઓ ઈન્ટરનેટના સહારે ગૂગલ અને વિવિધ વેબ સાઈટના સહારે જ તાપમાનના લેખા જોખા કરતા હોય તેમ લાગી રહ્યું છે. પણ તંત્રને હવામાન વિભાગની કચેરી લાવવામાં જાણે કેમ કોઇ જ રસ નથી તે કોઇને સમજાતું નથી.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="93242,93243,93244"]

મોડાસા શહેર સહીત જિલ્લાના માર્ગો બપોરે સુમસામ થઈ જાય છે કારણ કે, તાપમાનનો પારો ૪૧ ડિગ્રી થી નીચે જવાનું નામ નથી લેતો. તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, તો બીજીબાજુ મોડાસા શહરેના નગરજનો તાપમાન કેટલું છે તેની જાણકારી કોઈ પણ સરકારી અધિકારીઓ પાસેથી મળતી નથી. અરવલ્લી જિલ્લા સેવા સદન, ડિઝાસ્ટર વિભાગ કે મોડાસા નગર પાલિકામાં કોઈપણ તાપમાન માપક યંત્ર નથી, જેથી ઇન્ટરનેટ પર આવતા આંકળા ગોળ ગોળ આપી દેવામાં જ માની રહ્યું છે. પણ એક વાત એ પણ છે કે, દરેક વેબસાઈટ પર એક સરખા આંકળા ન આવતાં હોવાનું પણ જોવા મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લાનું સાબરકાંઠા જિલ્લામાંથી નવનિર્માણ થયાને ૫ વર્ષ જેટલો સમય પૂર્ણ થવા આવ્યો, તેમ છતાં અનેક સરકારી કામકાજ અર્થે સાબરકાંઠા જિલ્લાના મુખ્યમથક હિંમતનગરની સરકારી કચેરીઓ પર નિર્ભર રહેવું પડે છે.

Next Story