અરવલ્લી જિલ્લામાં હોકી સમર કેમ્પનું આયોજન, ધનરાજ પિલ્લે રહ્યા ઉપસ્થિત

New Update
અરવલ્લી જિલ્લામાં હોકી સમર કેમ્પનું આયોજન, ધનરાજ પિલ્લે રહ્યા ઉપસ્થિત

અરવલ્લી જિલ્લામાં હોકી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના ત્રણ જિલ્લા ગાંધીનગર, વડોદરા અને અરવલ્લીમાં આયોજિત હોકી સમર કેમ્પમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો છે.

Advertisment

અરવલ્લી જિલ્લામાં હોકી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી હોકીના ખેલાડીઓ જોડાયા છે. મોડાસા કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત હોકી સમર કેમ્પમાં ભારતીય હોકી ટીમના પૂર્વ કેપ્ટન ધનરાજ પિલ્લે પણ ખાસ હાજર રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. દર વર્ષની જેમ આયોજિત એકવીસ દિવસના સમર કેમ્પમાં વિવિધ રમતો આયોજિત કરાય છે, જે પૈકી હોકી સમર કેમ્પનું અરવલ્લી, ગાંધીનગર તેમજ વડોદરામાં આયોજન કરાયું છે. સમર કેમ્પ થકી ખેલાડીઓની પ્રતિભા બહાર આવે છે અને આગળ રમવા માટેની પણ તક ઉભી થાય છે.

કનેક્ટ ગુજરાત સાથેની વાતચીતમાં ધનરાજ પિલ્લેએ જણાવ્યું કે, ક્રિકેટના પૂર્વ ખેલાડીઓએ તેમના વિસ્તારોમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરી છે જેનાથી ક્રિકેટને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે. માટે હોકીના પૂર્વ ખેલાડીઓએ પણ તેમના વિસ્તારમાં એકેડેમી શરૂ કરવી જોઇએ જેથી હોકી પણ તેટલી જ લોકપ્રિય બની શકે.