Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનો તો વેચી, પણ જુઓ તેમની સાથે શું થઇ રહયું છે

અરવલ્લી : ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીનો તો વેચી, પણ જુઓ તેમની સાથે શું થઇ રહયું છે
X

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધી માત્ર મોડાસા તાલુકાના 200 જેટલા ખેડૂતોને નાણાની ચુકવણી કરાઇ છે જયારે અન્ય ખેડુતો નાણા માટે વલખા મારી રહયાં છે.

અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 14 હજાર જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 4,500 જેટલા ખેડુતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યુ છે. જોકે તેમાંથી ફક્ત બસો જેટલા ખેડુતોને મગફળીના નાણાંની ચુકવણી કરવામાં આવી છે અને તે પણ મોડાસા તાલુકાના જ ખેડૂતોને.. મોડાસા સહિત અરવલ્લીના તમામ ટેકા ભાવે મગફળીના ખરીદ સેન્ટર પર મગફળીની ખરીદી એક નવેમ્બર થી શરૂ કરવામાં આવી હતી. જોકે માવઠાના કારણે ખરીદી સ્થગિત કરી 18મી નવેમ્બરના રોજ પુન: ખરીદી શરૂ કરવામાં આવી હતી.

અત્યાર સુધીમાં 4500 ખેડુતોએ ટેકાના ભાવે ૬૦ હજાર ક્વિન્ટલ મગફળીનું વેચાણ કરી દીધુ છે. જોકે હજુ સુધી તેમને નાણાની ચુકવણી નથી થઇ,, સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ જિલ્લા પુરવઠા અધિકારીની બદલી થવાથી નાણાની ચુકવણી ટલ્લે ચઢી છે. ચાલુ વર્ષે અરવલ્લીમાં કુલ 55 હજાર જેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યુ છે. અને ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બમણા ખેડુતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી છે, પણ ખેડૂતોને નાણા ન ચુકવાતા તેમની મુશ્કેલી વધી છે.

Next Story