Connect Gujarat
Featured

અરવલ્લી : મોડાસામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત બાદ કલાકો સુધી રિક્ષાચાલક ટ્રક નીચે દબાયો, જુઓ CCTV

અરવલ્લી : મોડાસામાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત બાદ કલાકો સુધી રિક્ષાચાલક ટ્રક નીચે દબાયો, જુઓ CCTV
X

અરવલ્લી જિલ્લાના મોડાસાના હજીરા વિસ્તારમાં વહેલી સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાંની સાથે જ રિક્ષાનો કુરચો નિકળી ગયો હતો. એટલું જ નહીં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રક પલટી મારી જતાં રિક્ષાચાલક કલાકો સુધી ટ્રક નીચે દબાઈ ગયો હતો. બનાવની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવા તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જોકે ભારે જહેમત બાદ રિક્ષાચાલકને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Click here for video : https://fb.watch/2Q2w267QRr/

અરવલ્લીમાં વહેલી સવારે ટ્રક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મોડાસાના હજીરા વિસ્તાર નજીક ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા સામેથી આવતી રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, જોતાની સાથે લોકોના રૂંવાટા ઊભા થઇ જાય. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકોએ રિક્ષાચાલકને શોધવાનો પ્રયાસ કર્યો હતો, પણ રિક્ષાચાલક ક્યાંય જોવા ન મળ્યો, ત્યારે અચાનક ટ્રક નિચેથી રિક્ષાચાલક સહેજ અવાજ આવ્યો હતો. જોકે ટ્રક નીચેથી રિક્ષાચાલકને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તો બીજી તરફ 108 એમ્બ્યુલન્સ અને પોલિસ કાફલો પણ દોડી આવ્યો હતો. તો સાથે જ ક્રેનને પણ તાબડતોબ બોલાવી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રક નીચે ફસાયેલા રિક્ષાચાલકને બહાર કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.

સમગ્ર ઘટનામાં લગભગ 1 કલાકની ભારે જહેમત બાદ ટ્રક નીચે ફસાયેલ રિક્ષાચાલક બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ઘટના બાદ અકસ્માતના સીસીટીવી દ્રશ્યો પણ ખૂબ વાઇરલ થયા હતા. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ટ્રકમાં ભરેલ પેપર રોલ રસ્તાની બીજી બાજુ ફેંકાઈ જાય છે, તો ટ્રક રિક્ષાને ટક્કર મારીને પલટી મારી જાય છે. જેમાં રિક્ષાચાલક ગંભીર રીતે ઘવાયો હતો. ઘટના એટલી ગંભીર હતી કે, સ્થાનિક લોકોની માનવતાએ એક વ્યક્તિની જિંગદી બચાવી લીધી હતી.

Next Story