Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : 62 શૌચાલયો માત્ર કાગળ પર, ડીસાના બુરાલ ગામનાં સરપંચને કરાયા સસ્પેન્ડ

બનાસકાંઠા : 62 શૌચાલયો માત્ર કાગળ પર, ડીસાના બુરાલ ગામનાં સરપંચને કરાયા સસ્પેન્ડ
X

ડીસાના બુરાલ ગામે સરકાર તરફથી લાભર્થીઓને શૌચાલયો માટે મળેલ ગ્રાન્ટના રૂપિયા ચાઉ કરવાનું સરપંચને ભારે પડી ગયું છે સરપંચે ગામના લાભર્થીઓને શૌચાલયો ના બનાવી આપી માત્ર કાગળ પર 62 જેટલા શૌચલાયો બતાવી સરકારી રેકર્ડ સાથે છેડછાડ કર્યાનો પ્રદાફાશ થતાં હોદ્દા પરથી દૂર કરાયા છે બુરાલ ગામનાં સરપંચ હરપાલસિંહ વધુસિંગ સોલંકીએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગામમાં ઘરે ઘરે શૌચાલયો માટે ચૂકવાતી રકમ ઘરભેગી કરવાનું તપાસમાં ખુલ્યું છે આ મામલે સરપંચ વિરુદ્ધ તારીખ 2 ઓગસ્ટ 2019 ના રોજ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ થઈ હતી જેમાં તપાસમાં સરપંચની લાભર્થીઓ સાથે છેતરપીંડી આચરી હોદ્દાનો દુરુપયોગ કરાયાનું બાહર આવતા જ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક અસરથી ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 1993 57/1 ની જોગવાઈ મુજબ સસ્પેન્ડ નો હુકમ કરતાં જિલ્લાના ભ્રષ્ટાચારી સરપંચોમાં સોંપો પડી ગયો છે.

Next Story