Connect Gujarat
Featured

બનાસકાંઠા : ગાય આધારિત પ્રાકૃતિક ખાતરથી ખેડૂતે કરી ઓર્ગેનિક શક્કરીયાની સફળ ખેતી, ઓછા ખર્ચે મેળવ્યું વધું ઉત્પાદન

બનાસકાંઠા : ગાય આધારિત પ્રાકૃતિક ખાતરથી ખેડૂતે કરી ઓર્ગેનિક શક્કરીયાની સફળ ખેતી, ઓછા ખર્ચે મેળવ્યું વધું ઉત્પાદન
X

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ઝાત ગામના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખાતરથી ઓર્ગેનિક શક્કરીયાની સફળ ખેતી કરી છે, ત્યારે શક્કરીયાની ખેતીમાં ખેડૂતે ઓછા ખર્ચે વધું ઉત્પાદન મેળવી અન્ય ખેડૂતો માટે પણ પ્રોત્સાહન રૂપ દાખલો પૂરો પાડ્યો છે.

હાલના આધુનિક યુગમાં રાસાયણિક ખાતરોથી થતી ખેતી છોડીને દાંતીવાડા તાલુકાના ઝાત ગામે રહેતા ખેડૂત ગણપત રાજગોરે પોતાના ખેતરમાં ગાય આધારિત પ્રાકૃતિક ખાતરથી ઓર્ગેનિક શક્કરીયાની સફળ ખેતી કરી છે. જેમાં ગણપત રાજગોરે આજુબાજુના ખેડૂતોને પ્રોત્સાહન રૂપ ઉત્તમ દાખલો પૂરો પાડ્યો છે. પ્રાકૃતિક ખેતીના અનુભવી ભરત રાજગોરની પ્રેરણા થકી પોતાના ખેતરમાં ઝીરો બજેટના ખર્ચે શક્કરીયાની ખેતી કરી છે.

જોકે ખેડૂત ગણપત રાજગોરે જણાવ્યું હતું કે, રાસાયણીક હાઈબ્રીડ બિયારણો દ્વારા તૈયાર થતા પાકને આરોગવાથી માણસમાં બી.પી. કેન્સર ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓ થાય છે. જોકે, પ્રાકૃતિક ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળે છે. તો સાથે આ પાકને આરોગવાથી જ ભયંકર મોટી બીમારીઓથી પણ બચી શકાય છે. ઝાત ગામના ખેડૂતે ગાયના ખાતરથી શક્કરીયાની ખેતી કરી સારૂ ઉત્પાદન મેળવ્યું છે. રાસાયણિક મોંઘા બિયારણો ખાતર અને દવાઓના છંટકાવથી જમીનની ફળદ્રુપતા પણ ઘટે છે, જેથી સમય જતાં ઉત્પાદન પણ ઘટે છે. ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી ખેડૂતે નજીવા ખર્ચે સારી આવક મેળવી ખેડૂત સમૃદ્ધ બન્યો છે. જોકે ગણપત રાજગોરના ખેતરમાં શક્કરીયાના પાક જોઈ અન્ય ખેડૂતો પણ પ્રેરણા મેળવી રહ્યા છે.

Next Story