Connect Gujarat
Featured

બનાસકાંઠા : વધુ એક સોસાયટીનું ઉઠમણું સામે આવ્યું છે; રૂ.1.12 કરોડની છેતરપિંડી

બનાસકાંઠા : વધુ એક સોસાયટીનું ઉઠમણું સામે આવ્યું છે; રૂ.1.12 કરોડની છેતરપિંડી
X

બનાસકાંઠામાં વધુ એક સોસાયટીનું ઉઠમણું સામે આવ્યું છે. લાલચ આપી રોકાણકારોને ચુનો ચોપડતી ગેંગના 5 આરોપીઓ ઝડપાઈ ગયા છે. 348 ગ્રાહકોના પાકતી મુદતે મળતા 1.12 કરોડ રૂપિયા પરત ન આપતા છેતરપિંડી કરતી ગેંગનો ભાંડો ફૂટ્યો છે.

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે તે ઉક્તિને સાર્થક કરતી વધુ એક ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના આંતરિયાળ વિસ્તારોમાં ઊંચું વળતર આપવાની લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરવી પાકતી મુદતે ડિપોઝીટ પરત ન કરી છેતરપિંડી કરતી સોસાયટીનો ભાંડો ફૂટ્યો છે. પોલીસે સોસાયટીના નામે અંદાજે રૂ.1.12 કરોડની ઠગાઈ આચરનાર 5 આરોપીઓને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે. દાંતાના અંતરિયાળ સહિતના વિસ્તારમાં આનંદશ્રી મલ્ટી પર્પજ કો.ઓપરેટિવ સોસાયટી ઉભી કરી લોકોને ઊંચું વળતર આપવા સહિતના વિવિધ પ્રલોભનો આપી 2014 થી 2018ના સમયગાળા દરમિયાન વિવિધ સ્કીમો તળે લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. અંદાજે 348 ગ્રાહકો પાસેથી સોસાયટી દ્વારા રૂ. 63,15,898નું રોકાણ કરાવી પાકતી મુદતે કુલ રૂ. 1,12,19,757 રૂપિયા પરત ન કરતા સોસાયટી દ્વારા ઠગાઈ કર્યાનો ભાંડો ફૂટ્યો હતો.

આ અંગે દાંતા તાલુકાના ગોધણી ગામ ના પ્રતાપજી કુબેરજી દાવડાએ દાંતા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરતાં 5 આરોપીઓની ઝડપી લઈ તપાસ શરૂ કરી છે. ત્યારે વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણુ થતાં રોકાણકારો માથે હાથ મૂકીને રોઈ રહ્યા છે. ત્યારે હવે રોકેલા રૂપિયા ક્યારે પરત આવે છે તે જોવું રહ્યું.

Next Story