Connect Gujarat
Featured

બનાસકાંઠા : ભીલડી ગામના યુવાનની અનોખી હેર સ્ટાઈલ, આપ પણ જુઓ 2021ની નવી હેર સ્ટાઈલ..!

બનાસકાંઠા : ભીલડી ગામના યુવાનની અનોખી હેર સ્ટાઈલ, આપ પણ જુઓ 2021ની નવી હેર સ્ટાઈલ..!
X

વર્ષ 2021ના નવા વર્ષને આવકારવા માટે યુવાનો અવનવી સ્ટાઈલમાં ટેટૂ બનાવવા સાથે પહેરવેશ ધારણ કરી ખુશીઓ મનાવતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામના એક યુવાનની અનોખી હેર સ્ટાઈલે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

શુક્રવારના રોજથી 2021નું નવું વર્ષ શરૂ થયુ છે. દેશનું યુવાધન નવા વર્ષને આવકારવા અવનવા અંદાજમાં ઉજવણી કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ગામના યુવાને 2021ની હેર સ્ટાઈલ બનાવી છે. આનંદ હેર સ્ટાઇલના માલિક ઉતમભાઇએ દિશાંત નામના યુવાનના વાળમાં 2021નું હેર કટિંગ કરી અનોખી હેર સ્ટાઈલ બનાવી છે, ત્યારે સમગ્ર ભીલડી ગામમાં દિશાંતની અનોખી હેર સ્ટાઈલ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે. જોકે દર વર્ષે ઉત્તમભાઈ દ્વારા લોકોમાં અલગ-અલગ હેર સ્ટાઈલ બનાવામાં આવે છે, ત્યારે આ વર્ષે નવા વર્ષના વધામણાં સાથે યુવાનને 2021ની હેર સ્ટાઈલ બનાવતા મોટી સંખ્યામાં લોકો પણ હેર સ્ટાઈલ નિહાળવા માટે આવી રહ્યા છે.

Next Story