કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું
કિંગસ્ટન ટેસ્ટમાં બાંગ્લાદેશે વેસ્ટ ઈન્ડિઝને 101 રને હરાવ્યું છે. આ જીત સાથે બાંગ્લાદેશી ટીમે 2 મેચની સિરીઝ 1-1થી ડ્રો કરવામાં સફળતા મેળવી છે. સ્પોર્ટ્સ, સમાચાર
મંગળવારે મેચના ચોથા દિવસે બાંગ્લાદેશે 193/5ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. ટીમે બીજા દાવમાં 268 રન બનાવ્યા અને વેસ્ટ ઈન્ડિઝને 287 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ દાવમાં એક વિકેટ લેનાર તૈજુલ ઈસ્લામે બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. જ્યારે, જાયડન સિલ્સ પ્લેયર ઓફ ધ સિરીઝ રહ્યો હતો.બાંગ્લાદેશ તરફથી તૈજુલ ઈસ્લામે બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. જ્યારે હસન મહમૂદ અને તસ્કીન અહેમદે 2-2 વિકેટ લીધી હતી. અગાઉની ઇનિંગ્સમાં 5 વિકેટ લેનાર નાહિદ રાણાને એક વિકેટ મળી હતી.
