પાકિસ્તાન અત્યારે ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાન વિદેશી હૂંડિયામણ ભંડાર ભારતના કોઈપણ અમીર વ્યક્તિ સંપત્તિ કરતા ઓછો છે. મોંઘવારી તેની ટોચ પર છે. હાલત એટલી ખરાબ છે કે દેશ પાસે તેલ ખરીદવાના પૈસા પણ નથી. બીજી તરફ પાકિસ્તાન વર્લ્ડ બેંક અને IMF જેવી સંસ્થાઓ પાસેથી પણ મદદ મળી રહી નથી. આવી સ્થિતિમાં કંગાળીના ટાઈમ બોમ્બ પર બેઠેલા પાકિસ્તાનની સામે કોઈપણ દિવસે નાદારીનો ખતરો છે.બ્રિટિશ અખબાર ફાયનાન્સિયલ ટાઈમ્સ ના અહેવાલ મુજબ, જો પાકિસ્તાન વિદેશી મદદ નહીં મળે તો આ દેશ મે મહિનામાં સંપૂર્ણપણે ગરીબ થઈ શકે છે. આ સમયે પાકિસ્તાન સરકારે અરબ દેશો તરફથી પોતાના જૂના મદદગાર ચીન તરફ પણ હાથ લંબાવ્યો છે,

પરંતુ આજ સુધી પાકિસ્તાનને કોઈ દેશ તરફથી કાયમી ઉકેલ મળ્યો નથી. સ્થિતિ એટલી ખરાબ છે કે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફ થી લઈને આર્મી ચીફ અસીમ મુનીર સુધી ઘણા મુસ્લિમ દેશોએ સીધી ભીખ માંગી છે.બ્રિટિશ અખબાર ફાઈનાન્સિયલ ટાઈમ્સે ચેતવણી આપી છે કે જો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે આઈએમએફ દ્વારા પાકિસ્તાનને તાત્કાલિક મદદ નહીં આપવામાં આવે તો આ પરમાણુ સક્ષમ દેશ વિદેશ લોન ની ચૂકવણી ન કરવાના કારણે ડિફોલ્ટ જોખમ નો સામનો કરશે.ફાયનાન્સિયલ ટાઈમ્સ ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં સ્થિતિ દિવસે દિવસે ખરાબ થઈ રહી છે. દેશમાં પાવર હાઉસ ચલાવવા માટે સંસાધનો નથી, જેના કારણે લગભગ આખું પાકિસ્તાન રાત્રે અંધારપટ નો સામનો કરી રહ્યું છે. વિદેશી હૂંડિયામણ ની તીવ્ર અછતને કારણે, પાકિસ્તાનમાં વેપાર પણ ઠપ થઈ રહ્યો છે. દેશમાં આવશ્યક અને બિન-આવશ્યક વસ્તુઓની આયાત માટે વિદેશી હૂંડિયામણ ની તીવ્ર અછત છે. પાકિસ્તાનના બંદરો વિદેશના કન્ટેનર થી ભરેલા છે. પરંતુ, ખરીદદારો પાસે ચુકવણી કરવા માટે ડોલરમાં પૈસા નથી.