BCCIની ICCને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન રમવાની ધમકી

New Update
BCCIની ICCને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન રમવાની ધમકી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વચ્ચેનો તણાવ દિવસે દિવસે વધી રહ્યો છે. BCCIએ આવતા વર્ષે ઇંગ્લેન્ડમાં યોજાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી પોતાનું નામ હટાવી લેવાની ધમકી આપી છે.

BCCIએ આઇસીસી પર બીજા દેશોના ક્રિકેટ બોર્ડની તરફેણ અને પોતાની સાથે પક્ષપાતના આરોપ લગાવ્યા હતા. આ બંને વચ્ચેની લડાઇ કંઇ નવી નથી. છેલ્લા કેટલાક સમયથી કેટલાક મુદ્દાઓ અંગે BCCI અને ICC વચ્ચે મતભેદ ચાલ્યા આવે છે.

વિશ્વના સૌથી શક્તિશાળી ક્રિકેટ બોર્ડ તરીકે ગણાતા BCCIએ ICCના કેટલાક પ્રસ્તાવનો વિરોધ કરવા સાથે પોતાના સમર્થનમાં એશિયા સહિતના તમામ દેશોના બોર્ડને પણ લીધા છે.