Connect Gujarat
Featured

બેબો : કરીના કપૂર બીજીવાર માતા બની, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ

બેબો : કરીના કપૂર બીજીવાર માતા બની, અભિનેત્રીએ પુત્રને આપ્યો જન્મ
X

બોલિવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન સિવાય તેના પરિવાર અને ચાહકો માટે એક સારા સમાચાર છે. અભિનેત્રી બીજી વખત માતા બની છે. કરીના કપૂર ખાને એક પુત્રને જન્મ આપ્યો છે. તે તેની ગર્ભાવસ્થાને લઈને વધારે ચર્ચામાં રહી હતી.

અભિનેત્રી કરીના કપૂરે 20મીની રાત્રે દીકરાને જન્મ આપ્યો છે. કરીનાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ડિલિવરી કરાવી હતી.આ જ હોસ્પિટલમાં અનુષ્કા શર્માએ પણ વામિકાને જન્મ આપ્યો હતો. કરીના તથા બાળકની તબિયત એકદમ સારી છે. કરીનાની ડિલિવરી ડૉ. રૂસ્તમ સોનાવાલાએ કરાવી હતી.

91 વર્ષીય ડૉક્ટર આરપી સોનાવાલાએ વર્ષ 1948થી પ્રેક્ટિસની શરૂઆત કરી હતી. સોનાવાલાએ પોતાની બાયોગ્રાફીમાં કહ્યું હતું, 'એ સમયે ડૉક્ટર પેશન્ટના પલ્સ જોઈને સારવાર કરતા હતા. ડાયગ્નોસ્ટિક પ્રોસિજર અને બ્લડ ગ્રુપ જેવી બાબતો પછી આવી હતી.' ડૉક્ટર રૂસ્તમે ઈન્ટ્રા યુટેરિન કોન્ટ્રોસેપ્ટિવ ડિવાઈસ બનાવ્યું હતું અને એ માટે તેમને 1991માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. ઓથર રશ્મિ ઉદયસિંહે ડૉક્ટર સોનાવાલા પર બાયોગ્રાફી 'લાઈફગિવર' લખી છે.

કરીના કપૂર ખાને રવિવાર 21 ફેબ્રુઆરીના રોજ એક પુત્રને જન્મ આપ્યો.કરીના કપૂર ખાન અને તેના પતિ અભિનેતા સૈફ અલી ખાને ગયા વર્ષે ઓગસ્ટમાં એક નિવેદન જારી કર્યું હતું કે કરીના ફરી ગર્ભવતી છે. કરીનાની ડુ ડેટ 15 ફેબ્રુઆરી હતી, જે તેના પિતા રણધીર કપૂરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ત્યારથી ચાહકો સારા સમાચારની રાહ જોઈ રહ્યા હતા.

ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન કરીના ખૂબ જ સક્રિય હતી. તે શારિરીક રીતે પણ સક્રિય છે. સાથે જ કરીના સોશિયલ મીડિયા દ્વારા પણ ઘણા અપડેટ્સ આપતી રહે છે. નાના મહેમાનને આવકારવા મિત્રો દ્વારા તાજેતરમાં મોકલેલી ભેટોની પણ તેની ઝલક હતી.

કરીના કપૂરે પ્રેગ્નન્સીની અનાઉન્સમેન્ટ કરી ત્યારથી લઈ ડિલિવરીના બે દિવસ પહેલાં સુધી સતત કામ ચાલુ રાખ્યું હતું. કરીનાએ પોતાના અલગ અલગ વર્ક કમિટમેન્ટ્સ પૂરા કર્યાં હતાં. આ ઉપરાંત કરીનાએ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ પણ કર્યું હતું. કોરોનાને કારણે કરીના માટે સેટ પર ખાસ સાવચેતી રાખવામાં આવતી હતી. કરીનાએ પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું.

કરીનાએ ગિફ્ટના બે ફોટા સાંજે ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યા. આ ચિત્રોમાં બેબી કપડા અને કલગી જોઇ શકાય છે. ભેટ પર લખ્યું - મમ્મી ટુ બી. આ ભેટો બદલ કરીનાએ તેમનો આભાર પણ માન્યો.

Next Story