Connect Gujarat
ગુજરાત

રાજયમાં ગુરૂવારથી ધોરણ- 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ

રાજયમાં ગુરૂવારથી ધોરણ- 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ
X

ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ -10 અને 12ની પરીક્ષાઓનો ગુરૂવારના રોજથી પ્રારંભ થવા જઇ રહયો છે.

ધોરણ - 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ માટે રાજયભરમાંથી 17.30 લાખ વિદ્યાર્થીઓ નોંધાયેલાં છે. જેમાં . જેમા ધોરણ 10ના 10.83 લાખ, ધોરણ 12ના સાયન્સ અને સામાન્ય પ્રવાહના 6.50 લાખ વિદ્યાર્થીઓનો સમાવેશ થવા જાય છે. એકસટર્નલ પરીક્ષાર્થીઓની વાત કરવામાં આવે તો ધોરણ 10ના 12,707 અને ધોરણ 12ના 62,548 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષા લેવા માટે પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવશે. ધોરણ-10 માટે 934 અને ધોરણ-12 માટે 653 પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવશે. બુધવારના રોજ વિદ્યાર્થીઓ તેમના પરીક્ષા કેન્દ્રો ખાતે જઇને બેઠક વ્યવસ્થા નિહાળી શકશે.

વિદ્યાર્થીઓને પેપર વાંચવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવશે

ધોરણ 10 અને 12ની પરીક્ષામાં 80 ગુણના પેપર માટે વિદ્યાર્થીઓને ત્રણ

કલાકનો સમય આપવામાં આવશે. સવારે 10.00 વાગ્યાથી 10.15 સુધી પેપર

વાંચવા માટે સમય આપવામાં આવશે.ધોરણ12ના વિદ્યાર્થીને 15 મિનિટનો સમય વધુ આપવામાં આવશે.

Next Story