Connect Gujarat
ગુજરાત

ભરૂચ : 10 વર્ષીય બાળાએ રાખ્યાં રોઝા, જુઓ અલ્લાહતાલાને શું કરી બંદગી

ભરૂચ :  10 વર્ષીય બાળાએ રાખ્યાં રોઝા, જુઓ અલ્લાહતાલાને શું કરી બંદગી
X

સમગ્ર વિશ્વ કોરોના વાયરસ સામે ઝઝુમી રહયું છે ત્યારે ભરૂચમાં રહેતી 10 વર્ષીય બાળકીએ કોરોનાની મહામારી દુર થાય તેવી ઉમદા ભાવનાથી એક મહિનાના રોઝા રાખ્યાં છે.

મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. આ પવિત્ર માસમાં મુસ્લિમ બિરાદરો રોઝા રાખી અલ્લાહતાલાની બંદગી કરતાં હોય છે. ચાલુ વર્ષે કોરોનાનો કહેર ચાલી રહયો હોવાથી મુસ્લિમ બિરાદરો સોશિયલ ડીસ્ટન્સ જળવાય રહે તે માટે પોતાના ઘરોમાં રહીને બંદગી કરી રહયાં છે. ભરૂચના નદેલાવ મદીના સોસાયટીમાં રહેતી ફેબિયા જહાં શેખ કે જેની ઉમર 10 વર્ષની છે તેણે પણ આખા રમઝાન માસમાં રોઝા રાખ્યાં છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી કોરોના વાયરસની મહામારી દુર થાય અને જનજીવન ફરીથી ધબકતું થાય તથા લોકોના ચહેરા પર સ્મિત પાછુ ફરે તેવી દુઆ તે ફરમાવી રહી છે. પરિવારના સભ્યો તથા સોસાયટીના રહીશોએ પણ બાળકીની ઉમદા ભાવનાને બિરદાવી છે.

Next Story