Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કોરોના સામે લડત આપતા 108 સેવાના મુસ્લિમ કર્મચારીઓ, રમજાન માસમાં કાર્યસ્થળ પર કરે છે નમાજ અદા

ભરૂચ : કોરોના સામે લડત આપતા 108 સેવાના મુસ્લિમ કર્મચારીઓ, રમજાન માસમાં કાર્યસ્થળ પર કરે છે નમાજ અદા
X

ભરૂચ જિલ્લાના 108 ઇમરજન્સી સેવામાં કામ કરતા મુસ્લિમ કર્મચારીઓ રમઝાનના પવિત્ર માસમાં પણ કોરોનારૂપી મહામારી

સામે લડવા કટિબંધ અને સજ્જ રહે છે.

હાલ ચાલી રહેલ

કરોનારૂપી મહામારી જે પુરા વિશ્વમાં અને ભારત દેશમાં તેમજ ગુજરાત રાજ્યમાં પણ

પગપેસારો કરી ગઈ છે,

ત્યારે આ કપરી

પરિસ્થિતિમાં તમામ લોકો સાથે મળી આ મહામારીને પહોંચી વળવા એકઠા થયા છે, ત્યારે આ મહામારીથી બચવા માટે બનતા પ્રયત્નો

કરવામાં આવી રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં

કાર્યરત GVK

EMRI 108 ઇમરજન્સી સેવાના

કર્મચારીઓ પણ દિવસ અને રાત લોકોની સેવા માટે કાર્યરત છે. તેમાં પણ વિશેષ હાલમાં

રમજાનનો પવિત્ર માસ શરૂ થયેલ છે, ત્યારે આ પવિત્ર માસમાં મુસ્લિમ ભાઈઓ અલ્લાહની ઇબાદત કરી માનવ કલ્યાણની

પ્રાર્થના કરતા હોય છે. જેમાં ભરૂચ જિલ્લામાં 108 ઈમરજન્સી સેવામાં કાર્યરત મુસ્લિમ ભાઈઓ પણ આ

પવિત્ર રમજાન માસમાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર કોરોનારૂપી મહામારી સામે

લડત આપવા તેમજ લોકોના જીવ બચાવવા માટે કટિબદ્ધ રહે છે. આ પવિત્ર માસમાં જ્યારે

નમાઝ પઢવા જવાનું હોય,

ત્યારે તેઓ મસ્જિદની

અંદર જાય છે. પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તેઓ પોતાના કાર્યસ્થળ પર જ નમાઝ અદા કરી

માનવજીવન બચાવવા સંકલ્પ કરેલ છે. 108 ઈમરજન્સી સેવાના તમામ કર્મચારી મિત્રોનો હાલ

એક જ ધર્મ છે કે,

લોકોનું

સ્વાસ્થ્ય સારું રહે તે માટે કટિબદ્ધ રહેવું અને કોઇ પણ મુશ્કેલી જણાય તો તરત જ

તેમની વ્હારે જવું. ભરૂચ જિલ્લાના 108 ઇમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર અભિષેક

ઠાકર તેમજ જિલ્લાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રીએ 108ના કર્મચારીઓની કાર્યનિષ્ઠાને બિરદાવી

અભિનંદન પાઠવ્યા હતા.

Next Story