/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1-copy-4-1.jpg)
ભરૂચ – અંકલેશ્વર ઇન્ડિયન ડેંટલ એસોશીયેસનના ૨૦ જેટલા તબીબોએ સેવા આપી
સબજેલના ૪૦૦ જેટલા કેદીઓને ચેક કરી અપાયા ટુથબ્રસ,પેસ્ટ તેમજ માઉથવોશ
ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગથી ભરૂચ –અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એશોસિયેશન દ્વારા ભરૂચ સબ જેલ ખાતે આજરોજ એક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો.
ભરૂચ-અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એશોસિયેશનના ૨૦ જેટલ તબીબો દ્વારા સબજેલ ખાતે યોજાયેલા આ ડેન્ટલ ચેકઅપ કેમ્પમાં ૪૦૦ જેટલા કેદીઓને પોતાનું મોઢું કેવી રીતે સાફ રાખવું તે અંગે જરૂરી સુચનો સાથે ટુથબ્રસ,માઉથવોશ તેમજ ટુથપેસ્ટ્નું વિતરણ પણ કરાયું હતું.
ભરૂચ- અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એશોસિયેશનના પ્રમુખ ડૉ.કેવિન ગાંધીએ કનેકટ ગુજરાતને મુલાકત દરમિયાન જણાવ્યું હતું કે, ભરૂચ-અંકલેશ્વર ઇન્ડિયન ડેન્ટલ એશોસિયેશન તા.૧લી ઓગષ્ટને નેશનલ ઓરલ હાઇજીન ડે તરીકે ઉજવે છે.જેમાં અત્યાસ સુધી જિલ્લાની અલગ-અલગ શાળાઓ અને ગામડાઓમાં જઈ એશોશિયેશના તબીબો દ્વારા ફ્રી ડેન્ટલ કેમ્પો યોજી લોકોને લાભાંવિત કરાતા હતા. પરંતુ આ વખતે એક નવા વિચાર સાથે ૨૦ જેટલા તબીબોની ટીમ દ્વારા ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સહયોગ થી ભરૂચ સબ જેલ ખાતે કેદીઓ માટે ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો. તેઓની તબીબી ટીમ દ્વારા કેદીઓના ચેકઅપ સાથે તેમને મોઢાની,દાંતની સંભાળ કેવી રીતે રાખવી તેના જરૂરી માર્ગદર્શન સાથે તેમને ઉપયોગી એવા ટુથપેસ્ટ,ટુથબ્રસ તેમજ માઉથવોશનું વિતરણ કરતા અમોને ખુશી અનુભવાઇ છે. આવનારા દિવસોમાં પણ અમારા એશોસિયેશન થકી આવા સેવાના કાર્યો અવિરત ચાલુ રહેશે તેમ જણાવી સૌનો આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક જજ એસ.વી વ્યાસ,એડી.ડિસ્ટ્રીક જજ જી.એમ પટેલ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સેકેટરી પી.જી સોની સહિત જેલ સ્ટાફ અને ડેન્ટલ ડોકટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.