ઓગષ્ટ મહિનામાં નર્મદા બંધનું રૂલ લેવલ 131.55 હોવું જોઈએ જેની સામે માત્ર 111.07 મીટર છે, તેમાં પણ સતત ઘટડો
ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં એક સાથે આવેલા વરસદે એકાએક વિરામ લઈ લેતાં જાણે ડેમોની સ્થિતિ કથળી છે. ખાસ કરીને નર્મદા નદી ઉપર આવેલા ડેમોની વાત કરવામાં આવે તો વરસાદે જાણે બ્રેક લગાવી દેતાં. અથવા વરસાદ થાય છે પણ જોઈએ તેટલાં પ્રમાણમાં થતો નહીં હોવાથી હાલ ડેમમાં સંગ્રહિત પાણીનું સ્તર ખૂબજ ઓછું છે. ઓગષ્ટ મહિનામાં નર્મદા બંધની જળસપાટીનું રૂલ લેવલ 131.55 મીટરનું હોય છે. જેની સામે આજની તારીખમાં માત્ર 111.07 મીટર છે. અને રોજે રોજ પાણીની આવકમાં ઘટાડો થઈ રહ્યો છે. જે ગુજરાત માટે ચિંતા ઉપજાવે તેવો છે.
ગુજરાતનાં માથે વધુ એક વર્ષ જળસંકટ તોળાઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટી 10 સે.મી. ઘટી છે. હાલમાં નર્મદા બંધની જળ સપાટી 111.07 મીટરે છે. જે ગઈકાલે 111.17 હતી. પાણીની આવક કરતાં જાવક બમણી રહેતાં સતત ડેમની સપાટી ઘટી રહી છે. હાલ ડેમમાં લાઈવ સ્ટોકનો માત્ર 57 mcm(મિલિયન ક્યુબિક મીટર) જથ્થો ઉપલબ્ધ. જો આજ પ્રમાણે પાણીનું લેવલ રહ્યું તો લાઇવ સ્ટોકનું પાણી પૂરું થઈ જવાની સંભાવના ચોક્કસ રહેલી છે. આગામી 7 મહિનામાં બીજી વાર ડેડ સ્ટોકનું પાણી વાપરવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામે તેમ છે.
આ સ્થિતિમાં ibpt( ઈરીગેશન બાયપાસ ટનલ) ટનલ ચાલુ થશે અને ફરી એક વાર સિંચાઈનું પાણી ખેડૂતોને નહીં આપી શકાય. નર્મદા નદીના અન્ય ડેમની પણ ખરાબ સ્થિતિ દેખાઈ રહી છે. જેમાં ઈન્દિરાસાગર ડેમની વાત કરીએ તો તેમાં પણ 10 મીટર જેટલો સ્ટોક ખાલી થઈ ગયો છે. હવે ઈન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાય તો જ સરદાર સરોવરને પાણી મળી શકે તોમ છે. 11 ઓગસ્ટનું રુલ લેવલ 131.55 મીટરનું પ્રતિવર્ષ માનવામાં આવે છે.નર્મદા નદી ઉપર આવેલા અન્ય ડેમોની પાણીની સ્થિતિ અંગે વાત કરીએ તો, બર્ગી ડેમ તેના રૂલ રેલવથી 2 મીટર ખાલી છે. પાણીનો જથ્થો - 2604 mcm(મિલિયન ક્યુબિક મીટર), બર્મનઘાટ - 13 મીટર ખાલી.
તવા ડેમ - 8 મીટર ખાલી, પાણીનો જથ્થો - 733 mcm, હોશંગાબાદ - 8 મીટર ખાલી, પાણીનો જથ્થો, ઈન્દિરાસાગર - 10 મીટર ખાલી, પાણીનો જથ્થો - 3357 mcm, ઓમકારેશ્વર - 4 મીટર ખાલી, મંડલેશ્વર - 18 મીટર ખાલી, સરદાર સરોવર - 27 મીટર ખાલી, પાણીનો જથ્થો - 57 mcm.