ભરૂચઃ છડી ઝુલાવવાના સ્થળોએ વીજ વાયરો ઉંચા કરવા માટે વાલ્મિકી સમાજની રજૂઆત

New Update
ભરૂચઃ છડી ઝુલાવવાના સ્થળોએ વીજ વાયરો ઉંચા કરવા માટે વાલ્મિકી સમાજની રજૂઆત

વાલ્મીકી સમાજ દ્વારા જિલ્લાના ડેપ્યુટી એન્જિયરને લેખિતમાં રજૂઆત કરી

ભરૂચ શહેરમાં વાલ્મીકી સમાજ દ્વારા છડી ઝુલાવવાના સ્થળે નીચા થયેલા વીજ વાયરોને ઉંચા કરવા માટે ભરૂચ જિલ્લા જીઈબીના ડેપ્યુટી એન્જિનયરને વાલ્મીકી સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

ભરૂચ શહેરમાં આગામી સપ્ટેમ્બર માસમાં 4-5 સપ્ટેમ્બર 2018ના રોજ છડી ઉત્સવ આવી રહ્યો છે. છડી ઉત્સવને વાલ્મીકી સમાજ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવે છે. આ સમય દરમિયાન ભરૂચ શહેરના પાંચબત્તી, સોનેરી મહેલ, આલી, ચોકસી બજાર જેવા વિસ્તારોમાં સમાજ દ્વારા છડી ઝુલાવવામાં આવે છે. તે જગ્યા પર ચોમાસાના કારણે વીજવાયરો નીચા પડી ગયા છે.

આ નીચા થયેલા વીજવાયરોને કારણે છડી ઝુલાવી રહેલા યુવાનોને કોઈ તકલીફ કે નુકસાન ન પહોંચે તેને અનુલક્ષીને વાલ્મિકી સમાજ દ્વારા ભરૂચ જિલ્લા ડીજીવીસએલના ડેપ્યુટી એન્જિયરને નીચા થયેલા વીજ વાયરોને 4 સપ્ટેમ્બર પહેલા યોગ્ય ઉંચાઈ કરવા માટે સમાજ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

Latest Stories