Connect Gujarat
ગુજરાત

ભરૂચ : સમરસતાના ત્રણ રંગો દર્શાવતો ૧૦૦ મીટર લાંબો રાષ્ટ્રધ્વજ બન્યો આર્કષણ

ભરૂચ : સમરસતાના ત્રણ રંગો દર્શાવતો ૧૦૦ મીટર લાંબો રાષ્ટ્રધ્વજ બન્યો આર્કષણ
X

ભરૂચમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન સમરસતાના ત્રણ રંગો દર્શાવતો ૧૦૦ મીટર લાંબો રાષ્ટ્રધ્વજ આર્કષણનું કેન્દ્ર બન્યો હતો. મહંમદપુરા સર્કલથી રેલવે સ્ટેશન સુધી યુથ કોંગ્રેસના કાર્યકરોએ તિરંગાયાત્રાનું આયોજન કર્યુ હતું.

ભરૂચ શહેરમાં રવિવારના રોજ પ્રજાસત્તાક પર્વના અવસરે યુથ કોંગ્રેસ તરફથી તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. મહંમદપુરા સર્કલ ખાતેથી યુથ કોંગ્રેસના કાર્યકરોએ ૧૦૦ મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે પ્રયાણ કર્યું હતું. તિરંગાના ત્રણ રંગો સાથે સમાજમાં સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. મહંમદપુરા ખાતેથી નીકળેલી યાત્રાનું રેલવે સ્ટેશન ખાતે સમાપન કરાયું હતું. ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિતના આગેવાનોએ હાજર રહી કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

Next Story