Connect Gujarat
ગુજરાત

ભરૂચ : કંબોડીયા ગામ નજીક ડમ્પરની ટકકરે મારૂતિવાન ચાલકનું મોત

ભરૂચ : કંબોડીયા ગામ નજીક ડમ્પરની ટકકરે મારૂતિવાન ચાલકનું મોત
X

ભરૂચ જિલ્લાના નેત્રંગના કંબોડીયા ગામના બસસ્ટેન્ડ પાસેથી પસાર થઇ રહેલી મારૂતિ વાનને ડમ્પરના ચાલકે ટકકર મારતાં અકસ્માત થયો હતો. જેમાં મારૂતિવાનના ડ્રાયવરનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલ કંબોડીયા ગામ બસસ્ટેન્ડ પાસેથી હાઇવા-ડમ્પરના ચાલકે સામેથી આવતી મારૂતિવાનને ટકકર મારી હતી. પુરઝડપે દોડી રહેલાં હાઇવાની ટકકર વાગતાં મારૂતિવાન ચલાવી રહેલાં વાલીયા તાલુકાના રૂંધા ગામના રહેવાસી સતીશ વસાવાને ગંભીર ઇજા પહોંચી હતી. સતીશ વસાવાનું ઘટનાસ્થળે જ મોત નીપજી ચુકયું હતું. અકસ્માતની જાણ થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડયાં હતાં. બનાવ સંદર્ભમાં નેત્રંગ પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story