Connect Gujarat
Featured

ભરૂચ : ટંકારીયા ગામમાં યુવકે જીવતા સાપને પકડ્યો, લોકોના બચાવ્યા જીવ

ભરૂચ : ટંકારીયા ગામમાં યુવકે જીવતા સાપને પકડ્યો, લોકોના બચાવ્યા જીવ
X

ભરુચ જિલ્લાના ટંકારીયા ગામમાં યુવકનો બિન્દાસ રીતે સાપને સપાટા બોલાવતો વિડિયો વાયરલ થયો છે.

હાલ સોશિયલ મીડિયામાં જીવતા સાપને હંટરની જેમ ફેરવી ફટકારતાં યુવકનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો ભરુચ જિલ્લાના ટંકારીયા ગામનો હોવાનું સામે આવ્યું છે. ગામમાં અચાનક સાપ દેખા દેતા નાસભાગી મચી હતી. એક દુકાનની બહાર મોબાઈલમાં મગ્ન થઈ યુવાનો બેઠા હતા એ દરમિયાન જ સાપ આવતા યુવાનો ભયભીત થયા હતા. તરત જ યુવકો જગ્યાએ થી ઉઠી દોડવા લાગ્યા હતા.

જો કે એક યુવક દુકાનમાંથી બહાર આવી સાપને પકડી લે છે. યુવક સાપની પૂંછડી પકડી તેને હંટરની માફક ફેરવતો વિડિયોમાં જોવાઈ રહ્યો છે. સાપને રોડ પર પછાડી માર મારી બહાર ફેંક્યો હતો. યુવકની આ સાહસગીરીથી અન્ય લોકોએ હાશકારો લીધો હતો.

Next Story