ભરૂચ : કોરોનામાંથી સાજા થયા બાદ બેંકના મેનેજરે કર્યું એવું કામ કે તમે પણ કરશો પ્રસંશા

0

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી જીવનજયોત હોસ્પિટલ ખાતે શનિવારના રોજ ભાવ વિભોર દ્રશ્યો જોવા મળ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલાં બેંક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર કોરોનામાંથી સાજા થઇ ગયાં બાદ તેમણે એક અનોખી પહેલ કરી હોસ્પિટલને 50 પીપીઇ કીટ ભેટમાં આપી છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં કોરોના વાયરસના 2 હજાર કરતાં વધારે કેસ નોંધાય ચુકયાં છે. બેંક ઓફ બરોડાની ભરૂચ શાખાના રીજીયોનલ મેનેજર કોરોના વાયરસથી સંક્રમિત થયાં હતાં. તેમને સારવાર માટે ભરૂચની જીવનજયોત હોસ્પિટલ ખાતે દાખલ કરાયાં હતાં. સારવાર બાદ તેઓ કોરોનાને મ્હાત આપી ઘરે પાછા ફર્યા હતાં. હોસ્પિટલના સ્ટાફે કરેલી સારવારને બિરદાવવા માટેે તેમણે અનોખી પહેલ કરી હતી. તેમણે હોસ્પિટલને 50 પીપીઇ કીટ ભેટમાં આપી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here