Connect Gujarat
Featured

ભરૂચ : હાથરસમાં બનેલી ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયત યુવા મોરચા દ્વારા કલેક્ટર કચેરીએ પાઠવાયુ આવેદન

ભરૂચ : હાથરસમાં બનેલી ઘટનાના વિરોધમાં અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયત યુવા મોરચા દ્વારા કલેક્ટર કચેરીએ પાઠવાયુ આવેદન
X

ભરૂચ કલેક્ટર કચેરીમાં અખિલ ભારતીય વાલ્મિકી મહાપંચાયત યુવા મોરચા દ્વારા હાથરસ બનેલી ઘટનાના વિરોધમાં ભરૂચ કલેક્ટરને દોષિતોને આકરી સજા આપવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું..

ઉત્તર પ્રદેશના હાથ સારામાં ખેતરમાં ચારો વીણવા માટે ગયેલી ૧૯ વર્ષીય દલિત યુવતી ઉપર દુસકર્મ આચરી તેની બે રહેમીપૂર્વક હત્યા કરી દેવાતા સમગ્ર ભારતભરમાં કૃત્ય કરનારા સામે ફિટકારની લાગણી વરસી રહી હતી ત્યારે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આરોપીઓને પકડવાની જગ્યાએ યુવતીનું મૃતદેહ પરિવારને સોપાયા વગર બરોબાર અંતિમક્રિયા કરી દેવાના આક્ષેપ સાથે સરકાર આરોપીઓને છાવરતા હોવાની બૂમ દલિત સમાજ ઉઠાવી રહ્યું છે જેનો પડઘા આખા ભારતદેશમાં સંભળાઈ રહ્યા છે ત્યારે ભરૂચ પણ યુવતીના પરિવારને ન્યાય મળે તે માટે કેન્ડલ માર્ચ, આંદોલન કરવામાં આવી રહ્યા છે .જેના ભાગ રૂપે આજરોજ અખિલ ભારતીય વાલ્મિકી મહાપચાયત યુવા મોરચાના સભ્યોઓ દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આરોપીઓને વહેલી તકે ઝબ્બે કરી કડકમાં કડક સજા આપવાની માગ સાથે રજુઆત કરવામાં આવી હતી..

Next Story