Connect Gujarat
Featured

ભરૂચ : વીજચોરી કરતાં હોય તો ચેતી જજો, જુઓ વીજકંપનીની ટીમે કયાં નાંખ્યાં છે ધામા

ભરૂચ : વીજચોરી કરતાં હોય તો ચેતી જજો, જુઓ વીજકંપનીની ટીમે કયાં નાંખ્યાં છે ધામા
X

ભરૂચ જિલ્લાના આમોદ અને જંબુસર તાલુકામાં વીજચોરીના વધી રહેલાં બનાવો રોકવા માટે વીજકંપનીની વીજીલન્સની ટીમે ધામા નાંખ્યાં છે. જંબુસર તાલુકાના કાવી, ભડકોદ્રા મદાફર, માલપુર ગામે વીજ કંપનીની ટીમોએ દરોડા પાડી 6.50 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી છે.

જંબુસર પંથકમાં વહેલી સવારે ગ્રામજનો શિયાળાની કકડતી ઠંડીમાં મીઠી નિંદર માણી રહ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સની સુરત અને ભરૂચ અને જંબુસર કચેરીના કર્મચારીઓની મળી કુલ ૨૯ જેટલી ટીમોએ મળી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જંબુસર તાલુકાના કાવી, ભડકોદ્રા, મદાફર, માલપુર ગામોમાં ૯૨૮ વીજ જોડાણોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 27 જોડાણોમાં વીજચોરી થતી હોવાનું બહાર આવતાં તેના ગ્રાહકોને કુલ 6.50 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોઇ પણ અનિચ્છનીય બનાવને રોકવા માટે વીજ કંપનીએ પોતાની સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખ્યો હતો. જો આપ ભરૂચ જિલ્લામાં રહેતાં હોય અને વીજચોરી કરતાં હોય તો તાકીદે ચેતી જજો કારણે વીજ કંપનીની વીજીલન્સ ટીમે હાલ ભરૂચમાં ધામા નાંખ્યાં છે.

Next Story