/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/maxresdefault-58.jpg)
16મીએ ભરૂચ ખાતે યોજાનાર વિટાર હિન્દુ સંમેલનને લઈને જનજાગૃતિ અર્થે યોજાયી બાઈક રેલી
આગામી રવિવારે તારીખ 16 ડિસેમ્બરનાં રોજ ભરૂચનાં ખાતે વિરાટ હિન્દુ ધર્મ સંમેલન યોજાવાનું છે. જેની તૈયારીનાં ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં લોક સંપર્ક અને રેલી થકી જન જાગૃતિ કેળવવામાં આવી રહી છે. સાથે આ હિન્દુ સંમેલનમાં હાજરી આપવા સૌને આમંત્રિત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે ભરીચ અને અંકલેશ્વરમાં બાઈક રેલી થકી જનજાગૃતિ અને લોકસંપર્કનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાઈક રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો આ બાઈકરેલીમાં જોડાયા હતા.
ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી તારીખ 16 મી ડિસેમ્બરના રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વિરાટ ધર્મ સભાનું આયોજન રામમંદિરના પુનઃ નિર્માણ માટે કરી છે. જેના ભાગરૂપે ભરૂચનાં વેજલપુર ખાતે આવેલા ઈદગાહના ગ્રાઉન્ડથી ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિસદના પદાધિકારીઓ, સાધુ સંતો તેમજ યુવાનો રેલી સ્વરૂપે જોડાઈને વેજલપુરથી જુના ભરૂચ, મકતમપુર, ઝાડેશ્વર થઈ શક્તિનાથથી ધર્મસભાના સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા હતા.
બીજી તરફ અંકલેશ્વરનાં હાંસોટ રોડ સ્થિત પુરષોતમ બાગથી બાઈક રેલી નીકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને પશુપતિનાથ મંદિર જીઆઇડીસી ખાતે પહોંચી હતી. આ બાઇક રેલીનું આયોજન અંકલેશ્વર પ્રખંડ દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીને ધ્યાને લઇ શહેરમાં ચુસ્ત પોલિસ બંધોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.