Connect Gujarat
ગુજરાત

ભરુચ: અંકલેશ્વરની SVEM શાળાએ ઉપાડી મુહિમ, કોરોનાથી સતર્ક રહેવા વિદ્યાર્થીઓને કરાયા સચેત

ભરુચ: અંકલેશ્વરની SVEM શાળાએ ઉપાડી મુહિમ, કોરોનાથી સતર્ક રહેવા વિદ્યાર્થીઓને કરાયા સચેત
X

અંકલેશ્વરની SVEM સ્કૂલ દ્વારા વિશ્વભરમાં ઝડપથી પ્રવર્તી રહેલા કોરોના વાયરસથી બચવા અને

આગમચેતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને સજાગ કરાયા છે. શાળામાં અભ્યાસ કરતાં 2400થી વધુ

વિદ્યાર્થીઓને શાળામાં માસ્ક પહેરી આવવા સૂચિત કરાયા છે. તેમજ બાળકોને રોગ સામે

કેવી રીતે લડવું તે વિશે જાગૃત કરાયા હતા.

ભરુચ જિલ્લાના

અંકલેશ્વરમાં આવેલી સ્વામી વિવેકાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકો શાળામાં માસ્ક

પહેરીને આવી રહ્યા છે. અહીં દરેક વિદ્યાર્થીએ પોતાના ચહેરા ઉપર માસ્ક પહેર્યા છે.

દુનિયાભરમાં વર્તાઇ રહેલા કોરોના કહેરથી બચવા આગમચેતીના ભાગરૂપે શાળાના

વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી ચહેરા ઉપર માસ્ક પહેરીને શાળાએ આવી રહ્યા છે.

શાળાના સંચાલકો અને

આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસ વિશે જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરાયો છે. કોરોના વાયરસના લક્ષણોથી કેવી રીતે જાતે બચી શકાય અને બીજાને બચાવી શકાય તે માટેની માહિતી

આપવામાં આવી રહી છે. લગભગ 2400 જેટલા વિદ્યાર્થીઓ શાળામાં માસ્ક પહેરીને અભ્યાસ લઈ

રહ્યા છે. માસ્ક ન હોય તો મોઢે રૂમાલ બાંધીને વર્ગખંડમાં પ્રવેશી રહ્યા છે. શાળા

સંચાલકોએ મુહિમ ઉઠાવી અનોખી પહેલ કરી છે. શાળાના આચાર્ય કહી રહ્યા છે. નાના બાળકો

અને ઉંમર લાયક વ્યક્તિઓમાં કોરોના વાયરસના જંતુ ઝડપથી શ્વાસોચ્છવાસ થકી શરીરમાં

પ્રવેશ કરી લે છે. આ એટલો ભયંકર વાયરસ છે જે એક વ્યક્તિમાં થી ત્રણ વ્યક્તિઓ સુધી

ઝડપથી પહોંચે છે.

કોરોના વાયરસથી બચવા

શાળા દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને બાળકોને માસ્ક પહેરાવવા સૂચના આપવામાં આવી હતી.

બાળકોએ પણ શાળાની આ મુહિમને સરાહી હતી. તેઓ કહી રહ્યા છે અમારા સ્વાસ્થ્ય માટે

લાભદાયી છે. પરીક્ષાઓ આવી રહી છે જેની તૈયારીમાં કોઈ સમસ્યા નથી આવી રહી. ભીડભાડ

વળી જગ્યાએ ન જવાનું પણ સૂચન કરાયું છે. અને હજુ સુધી આ વાયરસનો ઈલાજ કે ઉપાય મળી

શક્યો નથી.

ચીનમાં થી ઉત્પન્ન

થયેલા અને સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી રહેલા કોરોના વાયરસને લઈને લોકોમાં જાગૃતિ

આવે તે જરૂરી છે. કોરોના વાયરસે વિશ્વને બાનમાં લઈને દહેશત ઊભી કરી છે. ચીનમાં

અત્યાર સુધીમાં 700થી વધારે લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ભારતમાં પણ ઝડપથી વાયરસ

ફેલાઈ રહ્યો છે. કેરલમાં પોઝિટિવ કેસ નોંધાયા છે તો બીજી તરફ ગુજરાતમાં પણ

શંકાસ્પદ કેસો બાદ ઉહાપોહની સ્થિતિ છે. તેવામાં એક શાળા દ્વારા જાગૃતિની આ મુહિમ

છાત્રોને સાવધાનીનો માર્ગ બતાવી રહી છે. અને લોકોને પણ

સજાગ રહેવા પ્રેરિત કરી રહી છે.

SVEM સ્કૂલના આચાર્ય દ્વારા કોરોના વાયરસ વિશે જાગરૂકતા

આવે માટે શાળામાં નિયમ બનાવી

બાળકોને આ વાયરસથી બચવા પ્રોત્સાહિત કરાયા છે. બાળકો ભણવા સાથે ગંભીર બીમારી સામે લડવાની

શિક્ષા લઈ રહ્યા છે. આચાર્યએ એક બીજા સાથે હાથ ન મિલાવવા, હાથ ભીના કરી શરીરને અડવા સહિતની જાણકારી આપી હતી. વિશ્વને ચપેટમાં લઈ

રહેલા વાયરસથી બચવા પ્રદુષિત સ્થળો પર ખાસ માસ્કનો ઉપયોગ કરવા જેવી બાબતોથી સાવધ

કરાયા હતા.

Next Story